તા.૦૪/૦૮/૨૦૧૯* *અમરેલી શહેરના ચોરાપા વિસ્તારમાં લક્કડ શેરીમાંથી રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર રેઇડ કરી સાત ઇસમોને રૂ.૨૯,૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.*

Sharing is caring!

 

​ 💫 *ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ* નાઓએ શ્રાવણ માસ હાલમાં શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા-પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશ કરવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી, નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા તથા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૦૪/૦૮/૨૦૧૯ ના રોજ *એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.* અમરેલી શહેર પો.સ્ટે. વિસતારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી રાહે હકિક્ત મળેલ કે ચોરાપા વિસ્તારમાં લક્કડ શેરીમાં રહેતા મિલનભાઇ નવનીતભાઇ અધ્યારૂ પોતાના આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે તીનપત્તી નામનો હારજીતનો જુગાર રમી રમાડી નાળ ઉઘરાવી પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવે છે જે હકિકત આધારે બાતમીમાં વર્ણન વાળી જગ્યાએ રેઇડ કરતા સાત આરોપીઓને રૂ।.૨૯,૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

✨ *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*
1⃣ મિલનભાઇ નવનીતભાઇ અધ્યારૂ ઉવ.૨૭ ધંધો-ડ્રાઇવીંગ રહે. અમરેલી ચોરાપા લક્કડ શેરી
2⃣ વિનુભાઇ વિઠ્ઠલભાઇ ચાવડા ઉવ.૬૯ ધંધો-ધોબીકામ રહે. અમરેલી જૈન દેરાસર પાસે પાણી દરવાજા
3⃣ રફીકભાઇ સમદુમીયા કાદરી ઉવ. ૪૮ ધંધો-ડ્રાઇીંગ રહે.અમરેલી મીની કસ્બાવાડ શેરી નં.-૩ તારવાડી
4⃣ અશરફભાઇ ગફારભાઇ મલ્લા (મેમણ) ઉવ.૪૨ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે. અમરેલી ચાંદની ચોક હઠીલા હનુમાન મંદિર પાસે
5⃣ શરીફમીયા રજાકમીયા કાદરી ઉવ.૬૭ ધંધો–નિવૃત મોટા કસ્બાવાડ રોશનપીરની દરગાહ પાસે
6⃣ બાબુભાઇ ઉર્ફે બાલો પુંજાભાઇ માધડ ઉવ.૫૦ ધંધો-ખેતી રહે. નાના ભંડારીયા તા.જી.અમરેલી
7⃣ હંસરાજભાઇ બાલુભાઇ માંગરોળીયા ઉવ. ૫૦ ધંધો-ખેતી રહે. વડેરા જુના બસ સ્ટેન્ડ પાસે

✨ *જુગારની રેઇડમાં મળેલ મુદ્દામાલ*
રેઇડ દરમ્યાન જુગાર રમતા સાત ઇસમો પાસેથી રોકડા રૂા. ૨૪,૨૬૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂા.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂા. ૫૦૦૦/- તથા પાથરણું કિ.રૂા.૨૦/- મળી કુલ રૂા.૨૯,૨૮૦/- નો મુદ્દામાલ ઉપરોક્ત પકડાયેલ સાતેય ઇસમો રહેણાંક મકાનમાં પૈસા પાના વડે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય જે તમામ ઇસમો વિરુધ્ધ અમરેલી સીટી પો.સ્ટે.માં જુગાર ધારા મુજબ ગુન્હો રજી. કરાવી વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

​​💫 *આમ, અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા અમરેલી શહેરના ચોરાપા વિસ્તારના લકક્ડ શેરીમા આવેલ રહેણાંક મકાનમાંથી ચાલતા જુગારના અડ્ડામાં પૈસા-પાના વડે તીનપત્તિ હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને રેઇડ દરમ્યાન પકડી પાડવામાં સફળતા મળેલ છે.*
રિપોર્ટર:- નિલેશ માળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી પોલીસે દારૂની ભઠ્ઠી તથા જુગારમાં કયો સફાયો

Wed Aug 7 , 2019
Sharing is caring!​​​ *વંડા પો.સ્ટે.ના પીયાવા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી તથા દેશી દારૂનો જથ્થો પકડી પાડતા અમરેલી એસ.ઓ.જી. ટીમ* ​ 💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂની ચોરી છુપીથી વેચાણ કરતાં તથા દેશી દારૂ બનાવતા ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ […]

You May Like

Breaking News