વિએમજી ન્યુઝ રિપોર્ટર સંજય ભાઈ ભાવગર લાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના તથા દહેજ માંગવાના ગુન્હામાં છેલ્લા છ વરસથી વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

Sharing is caring!

વિએમજી ન્યુઝ

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે આધારે મહિલા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૭૧/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૪૯૮(ક) તથા દહેજ ધારા કલમ-૩, ૭ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી (૧) અશ્વીનભાઇ ઉર્ફે અશ્વીન રામકબીર ઘનશ્યામભાઇ ગોંડલીયા ઉ.વ.૩૩ (૨) નીરાલીબેન ડો/ઓ નિતીનભાઇ ભોગીલાલ દુધેલા ઉ.વ.૨૪ રહેવાસી- બન્ને મુળગામ- શિહોર જી.ભાવનગર હાલ-પ્લોટનં-૮૪, ત્રીજા માળે, સીતાનગર ચોકડી પુર્ણા ગામ, સુરત વાળાઓને સુરત ખાતે તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહિલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી,.પરમાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.

Next Post

આજ રોજ તા.15/08/2019 કચ્છ નખત્રાણા તાલુકા કક્ષા દવજવંદન નૉ કાર્યક્રમ મથલ સરકારી હાઈ સ્કુલ ખાતે યોજાયો

Fri Aug 16 , 2019
Sharing is caring!  દવજવંદન: મા. રાઠોડ સાહેબડેપ્યુટી કલેક્ટર સાહેબ એ પ્રવચન આપ્યો હતો ઉપસ્થિત મેમાનો : માનનીય શ્રી.મામલદાર શ્રી પ્રવિણસિંહ જૈતાવત સાહૅબ તા.પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ જિ.પંચાયત ન્યાય સમિતી ચેરમેન વંસતભાઈ વાઘેલા જિ.પંચાયત સભ્ય શ્રીમતી કેસર બેન મહેશ્વરી પી એસ આઈ શ્રી ભરવાડ સાહેબ તૅમજ સરવૈયા સાહૅબ આર એન્ડ […]

You May Like

Breaking News