વરકુંડલા તાલુકાના સેંજળ ગામે કોમ્‍બીંગ ઓપરેશન હાથ ધરી, પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણઘાતક હથિયારો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Sharing is caring!

પ્રેસ નોટ- તા.૦૨-૧૦-૨૦૧૯

સા

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે અમરેલી જીલ્‍લાના ભયજનક અને માથાભારે ઇસમો અંગે કોમ્‍બીંગ કરવા અને તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા પોલીસને જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. ટીમ, સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. તથા વંડા પો.સ્‍ટે. ની અલગ-અલગ ટીમો બનાવી સાવરકુંડલા શહેર તથા તાલુકા વિસ્‍તારમાં કોમ્‍બીંગ હાથ ધરતાં અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા તાલુકાના વંડા પો.સ્‍ટે. વિસ્‍તારના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્‍ટલ, જીવતા કાર્ટીસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથિયારો શોધી કાઢેલ છે. અને આ રેઇડ દરમ્‍યાન નાસી જનાર મકાન માલિક બાપ-દિકરા સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયારધારા તળે ગુન્‍હો નોંધી, કાયદેસર કાર્યવાહી હાથ ધરી, નાસી ગયેલ બંને ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

નાસી ગયેલ આરોપીઓઃ-
1⃣ નરેન્‍દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ તથા
2⃣ ગૌતમ નરેન્‍દ્રભાઇ ખુમાણ, રહે.બંને. સેંજળ, તા.સાવરકુંડલા, જી.અમરેલી.

💫 કોમ્‍બીંગ ઓપરેશન દરમ્‍યાન મળી આવેલ હથિયારોઃ-
(૧) એક લોખંડની પીસ્‍ટલ, મેગેજીન વાળી, MADE IN USA લખેલ, કિં.રૂ.૨૫,૦૦૦/-
(૨) એક લોખંડની પીસ્‍ટલ, મેગેજીન વાળી, MADE IN ENGLAND લખેલ, કિં.રૂ.૨૫,૦૦૦/-
(૩) એક સફેદ ધાતુની રીવોલ્‍વર જેવા દેખાવ વાળી નાની બંદુક, કિં.રૂ.૧૦૦૦/-
(૪) એક જીવતો કાર્ટીસ, પીસ્‍ટલમાં ઉપયોગમાં લઇ શકાય તેવો, પીળી ધાતુનો, કિં.રૂ.૫૦/-
(૫) એક બાર બોરની બંદુક, ડબલ નાળચા વાળી, કિં.રૂ.૧૦,૦૦૦/-
(૬) બાર બોરની બંદુકના છ જીવતા કાર્ટીસ, કિં.રૂ.૩૦૦/-
(૭) એક દેશી બનાવટની બંદુક, લોખંડનાં બેરલ વાળી, કિં.રૂ.૧૦૦૦/-
(૮) એક ગુપ્‍તી જેવી સીધી તલવાર, જે સફેદ ધાતુનાં મ્‍યાનમાં ફીટ કરેલ છે, કિં.રૂ.૨૦૦/-
(૯) એક તલવાર, વાદળી કલરનાં વેલ્‍વેટનાં મ્‍યાનમાં છે તે, કિં.રૂ.૨૦૦/-
(૧૦) એક કાળા કલરનાં રેક્ઝીનનાં કવરમાં ફીટ કરેલ, એક સ્‍ટીલનું ખંજર, કિં.રૂ.૧૦૦/-
(૧૧) એક કાળા કલરનાં પ્‍લાસ્‍ટીકનાં હાથમાં ફીટ કરેલ સ્‍ટીલની છરી, કિં.રૂ.૨૦/-
(૧૨) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૩) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૪) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૫) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૬) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડની કુહાડી, કિં.રૂ.૧૦/-
(૧૭) એક લાકડી, બન્‍ને બાજુ લોખંડની કુંડલી ફીટ કરેલ છે, તે કિં.રૂ.૧૦/- મળી કુલ કિં.રૂ.૬૨,૯૩૦ /- નો મુદ્દામાલ

💫આ કામગીરી પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલી નાઓની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન મુજબ શ્રી.ડી.કે.વાઘેલા, ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- નિલેશ માળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગાંધી સંકલ્પ યાત્રા ને ભચાઉ ખાતે સ્વાગત કરાયું

Sat Oct 5 , 2019
Sharing is caring! મહાત્મા ગાંધીજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા આયોજીત “ગાંધી સંકલ્પ યાત્રા” દરમિયાન ભચાઉ તાલુકાના વોંધ ગામેથી યાત્રામાં ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી માન શ્રી મનસુખભાઈ માંડવીયાજી તેમજ વિરેન્દ્રસિંહ જાડેજા ઉમિયાશંકર જોષી વિકાસ રાજગોર નરેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દસિહ જાડેજા કુલદિપસિહ જાડેજા જનકસિહ જાડેજા આઇ જી.જાડેજા રાહુલભાઇ ગોર અરજણભાઈ રબારી દિલીપભાઇ […]

Breaking News