– સવારે ૯.૧૦ કલાકે – દારૂબંધીના નિવેદનની ધમાસાણ વચ્ચે: હરિયાણાથી ગુજરાતમાં ઘૂસાડાતો દારૂનો જથ્થો પાલીતાણા પોલીસે પકડ્યો

Sharing is caring!

– મોડી રાત્રે પાલીતાણા સોનગઢ રોડ પરથી શંકાસ્પદ ટ્રક પસાર થતા જેમાંથી પોલીસને દારૂ મળ્યો, પોણા ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે

– પાલીતાણા સોનગઢ રોડ પરના મોખડકા પાસેથી ગત મોડી રાત્રીના સમયે વિદેશી દારૂનો જથ્થો પોલીસને ટ્રક ભરીને હાથ લાગ્યો હોવાના સૌ પ્રથમ પ્રાથમિક અહેવાલો શંખનાદે સોશ્યલ મીડિયામાં પ્રસારિત કર્યા હતા જેની આજે સવારે વિસ્તારથી વિગતોમાં પોલીસે ૨૮૦ જેટલી દારૂની પેટી સાથે પોણા ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને હરિયાણાના બે શખ્સોને ગિરફ્તાર કરી લીધા છે માલ ક્યાંથી આવ્યો.. કોનો હતો..ક્યાં ડિલિવરી આપવાની હતી..ક્યાં માલનું કટિંગ થવાનું હતું.. સ્થાનિક વ્યક્તિ તરીકે સંડોવણી કોની તે તમામ બાબતો સાથે પોલીસે તપાસ આદરી છે અશોક ગેહલોતના દારૂબંધી અંગેના નિવેદન પછી રાજ્યના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે અને તેની વચ્ચે રાજ્ય પોલીસવડાએ દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે પોલીસતંત્રને તાકીદ કરી છે ત્યારે જિલ્લાની તમામ પોલીસ દ્વારા હાઇવે પર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. ગઈકાલે સિહોર પોલીસને દારૂનો જથ્થો હાથ લાગ્યા બાદ પાલીતાણા ટાઉન અધિકારી ઇન્ચાર્જ પીઆઇ ચુડાસમા અને સ્ટાફ સોનગઢ રોડના મોખડકા ગામ પાસે ગત મોડી રાત્રીના વાહન ચેકીંગ અને પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હરિયાણા પારસિંગ ટ્રક પસાર થતા જેને રોકી પૂછપરછ દરમિયાન વધુ શંકાના આધારે તપાસ કરતા તેમાંથી ૨૮૦ પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે અને જે મુદ્દામાલની કિંમત ઓગણત્રીસ લાખ જેવી થાય છે હાલ હરિયાણાના બે શખ્સોની ધડપકડ કરી બન્ને વિરોધ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની દારુબંધીને લઈને પક્ષ વિપક્ષ દ્વારા સામસામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અશોક ગહેલોતે જ્યારે ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે તેવું નિવેદન આપ્યું છે જેને લઈ ગુજરાતના રાજકારણમાં ધમાંસણ મચ્યું છે
રીપોર્ટર મુકેશભાઈ મારુ સિહોર

Leave a Reply

Your email address will not be published.

Next Post

વિધાનસભા ચૂંટણી વચ્ચે 39 લાખ નો દારૂ કબજે

Sat Oct 12 , 2019
Sharing is caring! બનાસકાંઠાની થરાદ પોલીસે ખોડા બોર્ડરે ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂ ભરેલ એક ટેલરને ઝડપી લઇ સપાટો બોલાવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસને દારૂ સહિત કુલ ૪૦ લાખનો મુદામાલ જપત કરી બોલાવતાં બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ છે. થરાદમાં નવા આવેલા ડી.વાય.એસપી એસ.કે.વોરાએ બૂટલેગરો સામે લાલ આંખ કરી છે.આમ ગુજરાતમાં […]

You May Like

Breaking News