J&K: શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 7 લોકો ઈજાગ્રસ્ત

Sharing is caring!

શ્રીનગર, તા. 12 ઓક્ટોબર 2019, શનિવાર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સખ્ત સુરક્ષા વચ્ચે હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં 7 લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. ઘાટીમાં સખ્ત સુરક્ષા વ્યવસ્થા છે ત્યારે આ હુમલો થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઘટના બાદ મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે જમ્મુ કાશ્મીર પોલીસની સાથે સાથે સુરક્ષાદળોની ટીમ પણ હાજર છે. સુરક્ષાદળો આ ગ્રેનેટ હુમલાની તપાસ કરી રહી છે. જ્યારે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકી હુમલા થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સિવાય સેનાના અધિકારીઓએ પણ દાવો કર્યો હતો કે, આતંકીઓ LoC પાર કરીને કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કરવાની ફિરાકમાં છે.

આ અગાઉ જમ્મુ કાશ્મીરના અવંતિપુરમાં મંગળવારે સુરક્ષાદોળોનું આતંકીઓ ઘર્ષણ થયુ હતું જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કર-એ-તૈયબાના અબુ મુસ્લિમ તરીકે થઈ હતી. આ સિવાય ઘાટીમાં આતંકી સમુહો સક્રિય હોવાની હાલમાં જ જાણકારી સામે આવી હતી, જેના કારણે ઘાટીમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

જસદણ શહેરની વિદ્યાનિકેતન સ્કુલનો વિદ્યાર્થી જિલ્લા લેવલે દોડમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ...

Sat Oct 12 , 2019
Sharing is caring! જસદણ તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી સ્પેન પ્રાઇવેટ લિમિટેડ એજયુકેશન કંપની સંચાલિત જસદણ શહેરની વિદ્યાનિકેતન સ્કૂલમાં ધોરણ ૪(ચાર) માં અભ્યાસ કરતો હરી પિયુષભાઈ દેલવાડીયા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-2019 માં પ્રથમ શાળા કક્ષાએ યોજાયેલ અંડર-૯ માં 30 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને ત્યારબાદ […]

Breaking News