બગદાણા ગામ ખાતે થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ, ભાવનગર રેન્જ

Sharing is caring!

આ કામે એવી હકિકત છે કે આ કામના ફરીયાદીના પુત્ર ચકુરભાઇ સરવૈયાની પત્ની કાળીબેનને આ કામના ફરીયાદીના મોટા પુત્ર પેથાભાઇનો છોકરો ભરતભાઇ ઉર્ફે મુન્નાને આડો સબંધ હોય અને જે સબંધની જાણ આ કામે મરણજનાર ચકુરભાઇને થઇ જતા જે બાબતે અવારનવાર મરણજનારને આ કામના આરોપી ભરતભાઇ ઉર્ફે મુન્ના તથા કાળીબેન સાથે ઝધડા થતા હોય અને આ કામના આરોપીઓને તેના આડા સબંધમાં મરણજનાર ચકુરભાઇ ખીલી રૂપ હોય જેથી ગઇકાલ તારીખ ૧૨-૧૩/૧૦/૨૦૧૯ ના રાત્રીના સમયે કરમોદર તથા બગદાણા ગામની સીમ વચ્ચે આવેલ ડુંગરોમાં આ કામના આરોપીઓએ મરણજનાર ચકુરભાઇ લાખાભાઇ સરવૈયાને માથામાં પથ્થરના ઘા મારી મોત નીપજાવીને નાસી ગયેલ જે બાબતની આ કામના ફરીયાદી સવુબેન લાખાભાઇ સરવૈયાએ બગદાણા પો.સ્ટે.માં ફરીયાદ કરતા આ અંગે બગદાણા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૪૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૧૪ વિ. મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ અને આ આ કામની આગળની તપાસ બગદાણા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી સી.એચ. મકવાણા ચલાવી રહ્યા છે.
ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ મર્ડરના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ. પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો મર્ડરના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ગત રાત્રીના આ કામના આરોપી (૧) ભરતભાઇ ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા જાતે-દે.પુ. ઉ.વ.૨૮ ધંધો-મજુરી (૨) કાળીબેન વા/ઓ ચકુરભાઇ સરવૈયા જાતે-દે.પુ. ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહેવાસી-બન્ને બગદાણા ગામ, હજીરા વિસ્તાર, તા.મહુવા જી.ભાવનગર વાળાઓને ભાવનગર પીલગાર્ડન ખાતેથી ઝડપી પાડી મજકુર બન્ને આરોપીઓના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આમ આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ, ભાવનગર રેન્જના સ્ટાફને મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ.પરમાર સાહેબની સુચનાથી હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી તથા મહિલા પો.કોન્સ. માયાબેન પંડયા વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.

Next Post

ડુંગળી, લસણની છાલ છે ખૂબ ઉપયોગી, ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

Tue Oct 15 , 2019
Sharing is caring! 15 ઓક્ટોબર 2019, મંગળવાર મોટાભાગના લોકો શાકભાજીની છાલ કાઢી અને તેને ફેંકી દેતા હોય છે. જો કે તેઓ જાણતા નથી હોતા કે આ છાલમાં વિટામિન એ, સી, ઈ અને એંટીઓક્સીડેંટ્સ જેવા પોષક તત્વો હોય છે. આવી જ ઉપયોગી હોય છે ડુંગળી અને લસણની છાલ પણ. તો ચાલો […]
ડુંગળી, લસણની છાલ છે ખૂબ ઉપયોગી, ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

You May Like

Breaking News