બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા લેવા મામલતદારને આવેદન પાઠવ્યું

Sharing is caring!

ઉપલેટા શહેર તથા તાલુકા કોગ્રેસ દ્વારા રાજ્ય સરકારના નિર્ણય સામે વિરોધ કરાયો જેમાં થોડા દિવસ પહેલા રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા લેવાવાની હતી તે કોઈ કારણ આપ્યા વિના સરકારે રદ કરી વિદ્યાર્થીઓ પર અન્યાય કર્યો હોય માટે આ રદ કરેલ પરીક્ષા લેવા મામલતદારને આવેદન પાઠવેલ કે સરકારના આવા નિર્ણયને લીધે લાખો વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે મહેનત કરી પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ કરેલ અને સરકારના આવા નિર્ણયો થી હાલ વિદ્યાર્થીઓ ખુબજ ડિપ્રેશનમાં આવી ગયેલા હોય હાલના સમયમાં દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી , મોંઘવારી નું પ્રમાણ વધુ છે આવા સમયમાં યુવાનો નોકરીઓ માટે ખુબજ હેરાન પરેશાન થાય છે છતાં સરકાર કાઈ ધ્યાન દોરતી ન હોય ને ઉપરથી આવા ખોટા નિર્ણયો લઈ યુવાનો ઉપર અન્યાય કરે છે. તો અન્યાયો બંધ કરી જે પરીક્ષા સરકારે રદ કરી તેને ટુક સમયમાંજ પરીક્ષા લેવરાવે તેના માટે ઉપલેટા શહેર કોંગ્રેસ ના આગેવાનોએ જણાવ્યું હતું આ નિર્ણય વહેલી તકે લેવામાં નઈ આવે તો ઉગ્ર અદોલન કરવાની પણ ચીમકી આપી હતી

રિપોર્ટ:-જયેશ મારડીયા ઉપલેટા

Leave a Reply

Your email address will not be published.

Next Post

ચોટીલા હાઇવે પર અકસ્માત

Wed Oct 16 , 2019
Sharing is caring! ચોટીલા મોટી વાડી પાસે ટ્રક ની પાછળ રાજકોટ સુરેન્દ્રનગર ઇન્ટરસીટી સરકારી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો. ૭-૮ વ્યક્તી ને ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા.
ચોટીલા હાઇવે પર અકસ્માત

You May Like

Breaking News