અમરેલી જીલ્‍લા પોલીસ દ્વારા પ્રાણોની આહુતિ આપનાર પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

Sharing is caring!

પોલીસ શહીદ દિવસ નિમિત્તે અમરેલી જીલ્‍લા પોલીસ દ્વારા ફરજ પર પોતાના પ્રાણોની આહુતિ આપનાર પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

૨૧ ઓક્ટોબર, ૧૯૫૯ ના રોજ જમ્મુ કાશ્મીરના લદ્દાખ માં આવેલ હોટસ્‍પ્રિંગ વિસ્‍તારમાં ચીની સૈનિકોના હુમલામાં શહીદ થયેલ અને દેશની રક્ષા માટે પોતાના જીવનનું સર્વોચ્‍ચ બલિદાન આપનાર પોલીસ જવાનો ની યાદમાં દર વર્ષે ૨૧ ઓક્ટોબર ના દિવસને પોલીસ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે દેશની રક્ષા માટે ફરજ પર પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદ પોલીસ વીરોને યાદ કરવામાં આવે છે, તેમને શ્રધ્‍ધાંજલી આપવામાં આવે છે.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ તથા અમરેલી જીલ્‍લા પોલીસના તમામ અધિકારીઓ, પોલીસ જવાનો દ્વારા આજરોજ અમરેલી શહેર મુકામે રાજકમલ ચોકમાં બનાવવામાં આવેલ શહીદ સ્‍મારક પર જે શહીદ પોલીસ જવાનોએ દેશની સેવા માટે પોતાના પ્રાણ ન્યોચ્‍છાવર કરેલ, તેમની યાદમાં શોક વ્યક્ત કરવામાં આવેલ અને શોક સલામી આપી, શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.
રિપોર્ટ:-નિલેશ માળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

જાહેરમાં જુગાર રમતાં છ ઇસમોને રૂ.૧૬,૬૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Sat Oct 26 , 2019
Sharing is caring!જય હિન્દ *પ્રેસ નોટ તા.૨૬/૧૦/૨૦૧૯* *અમરેલી સીટી માં સાવરકુડલા રોડ ફાટક ઉતરતા જાહેરમાં જુગાર રમતાં છ ઇસમોને રૂ.૧૬,૬૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ.* 💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય સાહેબ*નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો […]

You May Like

Breaking News