છેલ્લાં ૨૦ વર્ષથી ઊના પોલીસ સ્ટેશન ચોરીના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

Sharing is caring!

 

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબે

ગુજરાતરાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવેલ હોય અને   ઇન્ચાર્જપોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબ નાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા. પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા અના.હેડ કોન્સ નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોકકસ બાતમી આધારે *ગીર સોમનાથ જીલ્લાના ઊના પો.સ્ટે. I-ગુ.ર.નં.-૪૩/૧૯૯૯ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ વિ.* મુજબના ચોરીના ગુન્હામાં નાસતા ફરતાં લીસ્ટેડ આરોપીને અમરેલી સરદાર ચોક પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ.

પકડાયેલ આરોપી:


મયુરભાઇ ઉર્ફે મહેશ વલ્લભભાઇ વાધેલા જાતે-વાણંદ ઉ.વ.-૪૨ ધંધો-હીરા ઘસવાનો રહે. હાલ-અમરેલી ઠે.બ્લોક નં.૩, અમૃતનગર, ફાટક પાસે, ચકકરગઢ રોડ, તા.જી.અમરેલી રહે.મૂળગામ- કરકોલીયા તા.લાઠી જી.અમરેલી* વાળાને તા.૨૭/૧૧/૨૦૧૯ ના રોજ અમરેલી સીટી સરદાર ચોક પાસેથી પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લાનાં ઊના પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ.

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:- અગાઉ આરોપી લૂંટ તથા ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબ નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં ૨૦ (વીસ) વર્ષથી ગીરસોમનાથ જિલ્લાનાં ઊના પોલીસ સ્ટેશન ચોરીના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને અમરેલી સીટી સરદાર ચોક પાસેથી પકડી પાડેલ.
રિપોર્ટર:-નિલેશ માળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ઉદ્ધવ ઠાકરેનાં શપથ સમારંભ માટે કોને કોને આમંત્રણ? જુવો વધુ

Thu Nov 28 , 2019
Sharing is caring! શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ભારતીય જનતા પાર્ટીથી અલગ થયા બાદ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન બનાવ્યું અને હવે તેની જ આગેવાનીમાં સરકાર બનાવવા જઇ રહી છે. મુંબઈનાં શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સાથે જ સમારંભ માટે […]

You May Like

Breaking News