બળાત્કારના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી. ટીમ

Sharing is caring!

જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સા. ની સુચનાથી, પોલીસ સબ ઇન્સ.આર.બી.વાધીયા સા.ના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે ભરતનગર પો.સ્ટે. કલમ ૩૭૬ વિ.ના ગુન્હાના કામે *રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ કેદી નંબર ૩૮૪/૧૮ કૈલાશ જીવતરામ રાજાણી રહે. સીતારામ ચોક, ૨૦૨, અર્બન, બ્લોકનં ૪, રૂમ નં ૨૮૨૨, ભાવનગર હાલ રહે. ઇન્દોર, પ્રજાપતનગર કોલોની, થાના- દ્રારકાપુરી ( મધ્યપ્રદેશ)* વાળાને ઇન્દોર ખાતેથી ઝડપી રાજકોટ જેલ ખાતે પરત સોપી આપેલ છે.


મજકુર કેદી સને ૨૦૧૮માં ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૬ વિ. મુજબના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો અને મજકુર આરોપીના પેરોલ મંજુર થયેલ અને પેરોલ પુરા થાય મજકુર આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં, પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા સા. તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. યુસુફખાન અનવરખાન પઠાણ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પો.કોન્સ. પાર્થભાઇ અશોકભાઇ પટેલ તથા સંજયસિંહ મહાવિરસિંહ ઝાલા જોડાયા હતા*

નોંધ==પ્રભુ એમની આત્માને શાંતિ અર્પે એવી વર્તમાન ગુજરાતી ન્યૂઝ પત્રકાર પરિવાર તરફથી પ્રભુને પ્રાર્થના

રિપોર્ટર:-નિલેશમાળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

જય ભારત વિજય ભારત વિશ્વ ફલકે મા ભારતી નું નામ રોશન કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ_મોદીજી ગૃહમંત્રી શ્રી અમિતભાઇ_શાહ તથા તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ

Mon Jan 13 , 2020
Sharing is caring!જય ભારત વિજય ભારત વિશ્વ ફલકે મા ભારતી નું નામ રોશન કરનાર માનનીય વડાપ્રધાન શ્રી #નરેન્દ્રભાઈ_મોદીજી ગૃહમંત્રી શ્રી #અમિતભાઇ_શાહજી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ‘નાગરિકતા સંશોધન અધિનિયમ’ ને લઈને લોકોમાં લોકજાગૃતિ લાવવા અર્થે #CAAના સમર્થનમાં મેન બજાર ભચાઉ માં CAA વિશે પેમ્પલેટ આપી ને માહિતગાર […]

You May Like

Breaking News