ભાવનગર, મોતીતળાવ વિસ્તારમાં છોટા હાથી વાહનમાં કચરાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૪ તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ.૭૮,૩૦૦/- છોટા હાથી વાહન સહિત કુલ રૂપિયા ૧,૫૮,૩૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગંગાજળીયા પોલીસ

Sharing is caring!

ભાવનગર, મોતીતળાવ વિસ્તારમાં છોટા હાથી વાહનમાં કચરાની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૪ તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ.૭૮,૩૦૦/- છોટા હાથી વાહન સહિત કુલ રૂપિયા ૧,૫૮,૩૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગંગાજળીયા પોલીસ
————————————–

💫 ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગંગાજળીયા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ ભાવનગર, મોતીતળાવ રોડ રેલ્વે સાઇડટપની પાછળ યુ મિલ કમ્પાઉન્ડ ખાતેથી છોટા હાથી લોડીંગ વાહન નંબર-GJ-23-X-9853 માં કચરાના કોથળાની નીચે છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૮૪ તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭૮,૩૦૦/- તથા છોટા હાથી વાહન સહિત કુલ કી.રૂ. ૭૮,૩૦૦/- નો મુદામાલ ઝડપી પાડેલ અને આરોપી લખનભાઇ હકાભાઇ વાઘેલા રહેવાસી-ભાવનગર વાળો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
💫 આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તેમજ ગંગાજળીયા પો.સ્ટે.ના હેડકોન્સ હીરેનભાઇ બારોટ તથા પો.કોન્સ. રૂપદેવસિંહ રાઠોડ તથા હર્ષદસિંહ વાળા તથા લગ્ધીરસિંહ ગોહીલ તથા ક્રિપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.
રિપોર્ટર:- નિલેશ માળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામના સરપંચના પતિ ની સુંદર કાર્યવાહી

Tue Feb 11 , 2020
Sharing is caring!પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામના સરપંચના પતિ ની સુંદર કાર્યવાહી. દેલમાલ ગામે ગત ચોમાસામાં દિવાલ ધરાશાયી થી મરણ પામેલ મહિલાના પતિને સહાય રૂ. બે લાખનો ચેક અપાયો. પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ તા.૧૦/૨/૨૦૨૦ ના સોમવારે દેલમાલ ગામના ઠાકોર અમથીબેન ગાંડાજી જેઅો તા.૨૮/૮/૨૦૧૯ના […]

You May Like

Breaking News