પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામના સરપંચના પતિ ની સુંદર કાર્યવાહી

Sharing is caring!

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામના સરપંચના પતિ ની સુંદર કાર્યવાહી.

દેલમાલ ગામે ગત ચોમાસામાં દિવાલ ધરાશાયી થી મરણ પામેલ મહિલાના પતિને સહાય રૂ. બે લાખનો ચેક અપાયો.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ તા.૧૦/૨/૨૦૨૦ ના સોમવારે દેલમાલ ગામના ઠાકોર અમથીબેન ગાંડાજી જેઅો તા.૨૮/૮/૨૦૧૯ના રોજ વધુ વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં મરણ પામ્યા હતા. જે સરકાર દ્વારા સહાય રૂપે મૃતક મહિલાના પતિ ગાંડાજી રામજીજી ઠાકોરને તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન પ્રજાપતિના વરદહસ્તે બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મ.ના.વિકાસ અધિકારી યશવંતભાઇ પટેલ, હિસાબી અધિકાર ધમશીભાઇ દેસાઇ, દેલમાલ ગામના યુવા અગ્રણી સરપંચના પતિ વિપુલભાઇ દેસાઇ, ઇ.તલાટી કમ મંત્રી ભરતભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આવા કામમાં સહભાગી થાય તે માટે વિપુલભાઇ દેસાઇ સરપંચનાં પતિની આ કામગીરીથી સમગ્ર દેલમાલ ગામમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.અમૃતલાલ પટેલ ચાણસ્મા

Leave a Reply

Your email address will not be published.

Next Post

*ચાર વર્ષથી ગારીયાઘાર પોલીસ સ્ટેશનના જુગારઘારાના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*

Fri Feb 14 , 2020
Sharing is caring!ચાર વર્ષથી ગારીયાઘાર પોલીસ સ્ટેશનના જુગારઘારાના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ભાવનગર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા […]

You May Like

Breaking News