દુનિયાના સૌથી તાકતવર નેતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની કાર કેવી છે ? જાણો અમદાવાદમાં આવી રહેલ આ ગાડીની અંદરના સીક્રેટ 

Sharing is caring!

દુનિયાના સૌથી તાકતવર નેતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની કાર કેવી છે ? જાણો અમદાવાદમાં આવી રહેલ આ ગાડીની અંદરના સીક્રેટ

*રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકી સુરક્ષા એજન્સી CIAના આશરે 200 એજન્ટ સમગ્ર લશ્કરની સાથે અમદાવાદ પહોંચી ચુક્યા છે. આ એજન્ટ જ ટ્રમ્પની આંતરિક સુરક્ષાની જવાબદારી સંભાળશે. સુરક્ષાની એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કે તેમના આગમન દરમિયાન અમદાવાદને નો ફ્લાઇઝોન પણ જાહેર કરી દેવામાં આવશે …… અમદાવાદમાં સૌ-પ્રથમ વાર અમેરિકાના પ્રેસિડેન્ટની સુરક્ષા માટેની કાર જે ડાયરેકટ સેટેલાઈટ કનેક્શન ધરાવે છે તે અમદાવાદની ધરતી પર આવી પહોંચી છે

*આ કાર તથા ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટેના અત્યાધુનિક હથિયારો જેવા કે સ્નાઈપર ગન , મરીન સીક્યરિટીના સાધનો જે રિવરફ્રંટમાં કાર્યરત રહેશે …… આ તમામ સાધનો આપને જણાવી દઈએ કે બે કંટેનર ભરીને આવ્યા છે એટલે તમે અંદાજો લગાવી શકો છો કે અમદાવાદની ધરતી પર આગામી ૨૪ મી ફેબ્રુઆરીએ ટ્રમ્પની સુરક્ષા કેવી હશે

*હવે જો આકાશમાં ટ્રમ્પની આવી સુરક્ષા રહેશે તો ઉલ્લેખનીય છે કે, ધરતી પર પણ તેમને સર્વોત્તમ સુરક્ષા પૂરી પાડવી એ આ સુરક્ષા એજન્સીઓની પ્રાથમિકતા હશે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિની કાર ક્યારેય ન ભૂલી શકાય એવી સેફ્ટી ફીચર્સથી લેસ છે. જે રોડ પર ટ્રમ્પ માટે કોઈ ઓફિસ કરતા કમ નથી, તો બીજી તરફ દુશ્મનો માટે ટેન્ક કરતા પણ વધુ ખતરનાક છે. આ ગાડીની ખાસિયત એવી છે કે, કોઈ કેટલું પણ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વાળ પણ વાંકો નહીં કરી શકે

*દુનિયાના સૌથી તાકતવાર નેતા જે ગાડીમાં સવારી કરે છે, તે કોઈ સામાન્ય ગાડી નથી. તેનું નામ છે આર્મર્ડ લિમોજીન, જેને 2018માં અમેરિકી રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ કરવામાં આવી હતી. તેને ધ બીસ્ટ પણ કહેવામાં આવે છે ….. જેની કિંમત 12 કરોડ રૂપિયા જેટલી છે

*આ કારની તાકાતની વાત કરીએ તો, એન્જિનથી લઈને બોડી સુધી આ કાર એવી ધાતુઓમાંથી બનાવવામાં એઆવી છે, જેના પર બોમ્બ કે રોકેટની પણ કોઈ અસર નહીં થાય. સૌથી પહેલા કારની બારીઓના કાંચની વાત કરીએ તો તે પોલી કાર્બોનેટના 5 લેયરમાંથી બનાવવામાં આવી છે, અને તે એટલી મજબૂત છે કે કોઈપણ બંદૂકમાંથી ચલાવવામાં આવેલી ગોળીને તે અંદર જતા અટકાવી શકે છે. તે એટલી જાડી છે કે, કારનો ડ્રાઇવર પણ તેને માત્ર 3 ઈંચ સુધી જ ખોલી શકે છે …..*

*કારના દરવાજા 8 ઈંચ જાડા આર્મર-પ્લેટમાંથી બનાવવામાં આવ્યા છે, જે કોઈપણ ડાયરેક્ટ હુમલાને ઝેલી શકે છે. તેનું વજન બોઈંગ વિમાનના કેબિનના દરવાજા જેટલું હોય છે, જેના પરથી તમે તેની મજબૂતાઈનો અંદાજો લગાવી શકશો. જ્યારે આ દરવાજો બંધ કરવામાં આવે છે, તો તે એ રીતે સીલ થઈ જાય છે કે રાસાયણિક ગેસના હુમલાને પણ અંદર જતા અટકાવી દે છે

*કારની બોડીની વાત કરીએ તો, આ કારની બોડીને પાંચ ઈંચ જાડી સૈન્યના હથિયારોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ, ટાઈટેનિમય, એલ્યુમિનિયમ અને ચીની માટીને મિક્સ કરીને બનાવવામાં આવી છે, જે તેને આગ અને કોઈપણ પ્રકારના હુમલા સામે સુરક્ષા પ્રદાન કરે છે

*રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગાડીમાં ડ્રાઇવર માટે અલગ કેબિન છે અને તે પોતે પણ રાષ્ટ્રપતિની કાર્ય ગતિવિધીઓને નથી જોઈ શકતો. કેબિનમાં કમ્યુનિકેશન અને GPS ટ્રેકિંગ સેન્ટર બનાવાવમાં આવ્યું છે, જેની મદદથી ગાડીની દર સેકન્ડની મુવમેન્ટની જાણકારી સુરક્ષાકર્મીઓ રાખી શકે છે.

*રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગાડી માત્ર કાર નથી, પરંતુ એક પ્રકારના યુદ્ધ ટેન્ક જેવી છે જેનાથી કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનોનો સામનો કરી શકાય છે. બૂલેટપ્રૂફ બોડી ઉપરાંત, કારના ફ્રન્ટમાં ટીયર ગેસ, ગ્રેનેડ લોન્ચર અને નાઈટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ગાડીમાં એક પેનિક બટન પણ હોય છે, જેને દબાવતા જ કારમાં ઓક્સિજનની સપ્લાય શરૂ થઈ જાય છે.

*કારની અંદર રાષ્ટ્રપતિની સુરક્ષા માટે પંપ એક્શન શોટગન, તોપ અને બ્લડ બેગ જેવી અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા છે. રાષ્ટ્રપતિની કારને માત્ર સીક્રેટ સર્વિસના પ્રશિક્ષિત કમાન્ડો ડાઇવર જ ચલાવે છે, જે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવામાં ટ્રેઇન્ડ હોય છે. કારનો નીચેનો ભાગ રિઈન્ફોર્સ્ડ સ્ટીલ પ્લેટમાંથી બનાવવામાં આવ્યો છે, જે કારને બોમ્બ અને લેન્ડ માઇન્સથી પણ સુરક્ષા પ્રદાન કરે છે.

*પ્રેસિડન્ટ ટ્રમ્પ જે પાછલી સીટ પર બેસે છે, ત્યાં એક સેટેલાઈટ ફોન હોય છે, જેના દ્વારા તે ક્યારેય પણ કોઈપણ પરિસ્થિતિમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને પેંટાગન મુખ્યાલય સાથે જોડાઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

સોજા હાઈસ્કૂલના ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને કમ્પ્યુટર શિક્ષકશ્રી જિજ્ઞેશભાઈ પટેલ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો બેવફા

Wed Feb 19 , 2020
Sharing is caring!  ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦ માં લેવાનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પાઠવવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોવણી મંડળના […]

You May Like

Breaking News