પાલીતાણા ઘેટી ગામ માથી જુગાર રમતા કુલ રૂ.૧૦,૩૬૦/-ના મુદામાલ સાથે ચાર શકુનીઓને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ.

પ્રેસનોટ:-તારીખ-22-2-2020
પાલીતાણા ઘેટી ગામ માથી જુગાર રમતા કુલ રૂ.૧૦,૩૬૦/-ના મુદામાલ સાથે ચાર શકુનીઓને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ

 

મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ એ.એમ.સૈયદ સાહેબની સુચના મુજબ દારૂ-જુગારની પ્રવૃતીબંધ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેટરશ્રી એન.એમ.ચૌધરી સાહેબ ની સુચનાથી ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ભરતભાઇ ચૌહાણ તથા પો.કોન્સ તરૂણભાઇ બારોટ ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ઘેટી ગામ રામાપીરના મંદીર સામેના ખાંચામા ખુલ્લા ખેતરમા અમુક ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ખાનગી રાહે ચોક્કસ હકિકત મળતા સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) લક્ષમણભાઇ ઉર્ફ કાળુ ઝવેરભાઇ મકવાણા કોળી ઉવ-૩૫ રહે-વાળુકડ ગામ તા- પાલીતાણા (૨) હરેશભાઇ મનજીભાઇ પરમાર કોળી ઉવ-૩૧ રહે-બહારપરા ઘેટી ગામ તા-પાલીતાણા (૩) જીતુભાઇ ગોવીંદભાઇ ઉર્ફ ગાંગાભાઇ બાબરીયા ઉવ-૪૦ રહે-રામાપીરના મંદીર પાસે ઘેટી ગામ તા- પાલીતાણા (૪) શૈલેષભાઇ ઉર્ફ ટીણાભાઇ શામજીભાઇ ચાવડા કોળી ઉવ-૪૦ રહે-રામાપીરના મંદીર પાસે ઘેટી ગામ તા- પાલીતાણા વાળાઓ પાસેથી રોકડા રૂ.૧૦,૩૬૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦ મળી કુલ રૂ.૧૦,૩૬૦/- ના મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

આ કાર્યવાહીમા પો.ઇન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી-સ્ટાફના પો.હેડ.કોન્સ ભરતભાઇ ચૌહાણ તથા પો.કોન્સ તરૂણભાઇ બારોટ તથા પો.કોન્સ શૈલેશભાઇ રાઠોડ તથા પો.કોન્સ. જીગ્નેશભાઇ મારૂ વિગેરે કરેલ છે.


રિપોર્ટર:-નિલેશ માળવી સાથે
બલદેવ ગોંડલીયા

Leave a Reply

Your email address will not be published.

Next Post

તડીપાર નો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Wed Feb 26 , 2020
*તડીપાર નો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે […]

You May Like

Breaking News