આજ રોજ તા. 29/02/2020 ના રોજ ભચાઉ નગરપાલિકા મધ્યે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ વીરેન્દ્રસિંહજી જાડેજા ના અધ્યક્ષ સ્થાને બજેટ સત્ર માટેની સામાન્ય સભા મળી હતી.

Sharing is caring!

આજ રોજ તા. 29/02/2020 ના રોજ ભચાઉ નગરપાલિકા મધ્યે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ વીરેન્દ્રસિંહજી જાડેજા ના અધ્યક્ષ સ્થાને બજેટ સત્ર માટેની સામાન્ય સભા મળી હતી.

ભચાઉ અત્યાર સુધીનું હાઈએસ્ટ બજેટ માત્ર 17 કરોડ હતું , જે આ વર્ષે ઐતિહાસિક બજેટ રૂ 151 કરોડનું રૂપિયા 3 કરોડની પુરાંતવાળું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.

આ બજેટ દરેક ક્ષેત્રોને આવરી લેનારુ , લોકોની સુખાકારી માટે નું બજેટ ભચાઉ ના આવતા ભવિષ્ય માટે સાબિત થશે.

1. ભચાઉ ના ઇતિહાસમાં પ્રથમવાર બજેટમાં મહિલાઓ ,બાળકો, યુવાનો , બુઝુર્ગો ને સ્થાન મળ્યુ.

2. શિક્ષણને લઈને પણ ખૂબ જ અગત્યનો સંવેદનશીલ નિર્ણય નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારાં આજની બજેટ ની મીટિંગમાં લેવામાં આવ્યો,
ભચાઉ શહેરમાં રહેતા બાળકો જેઓ ના માતા અથવા પિતા બંનેમાંથી એક ના હોય એટલે કે સિંગલ પેરેન્ટ બાળક હોય એનો અભ્યાસ કરવા માટેનો પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણનો તમામ ખર્ચ ભચાઉ નગરપાલિકા આપશે જેના કારણે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને બાળ મજૂરી નો પણ અંત આવે.

3. બીજો એવો જ સંવેદનશીલ નિર્ણય શહેર મા રહેતા તમામ કુપોષિત બાળકો ને પોષણયુક્ત બનાવવા માટે તમામ એવા બાળકોને ભચાઉ નગરપાલિકા દત્તક લઇ આંગણવાડીના મારફતે તમામ બાળકોને પોષણયુક્ત બનાવવા માટેનો તમામ ખર્ચ પણ નગરપાલિકા કરશે , અને ભચાઉ ને કુપોષણમુક્ત ભચાઉ જલ્દીથી જાહેર કરવામાં આવશે.

4. આ બજેટમાં મહિલાઓ અને બાળકો માટે પણ જોગવાઇ કરવામાં આવી છે ત્યારે મહિલા અને બાળકો માં વિટામિન તથા પોષણ ની કમી હોય છે તેના કારણે ભચાઉ નગરપાલિકા દ્વારા આયર્ન ટેબલેટ તથા પોષણયુક્ત આહાર માટેની કિટોનું પણ વિતરણ કરવામાં આવશે.

5. આ બજેટમાં શહેરીજનો ના આરોગ્ય અંગેની પણ ચિંતા કરવામાં આવી છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં ડાયાબિટીસ , બ્લડ પ્રેશર , તથા શારીરિક ફિટનેસ ચેક અપ માટે ના ફ્રી કેમ્પો અવાર-નવાર ભચાઉ નગરપાલિકા દ્વારા યોજવામાં આવશે.
તથા આવા રોગોથી કેવી રીતે બચી શકાય તેના માટે ના weekly ડાયટના પ્લાન લોકો સુધી પહોંચાડવા માટે જનજાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવશે.

6. આ બજેટમાં યુવાનો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ભચાઉ શહેર મધ્યે 2500 લોકો સ્ટેડિયમમાં બેસીને રમત નિહાળી શકે તે પ્રકારનુ ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ ભચાઉ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે.
શહેર મધ્યે આવેલા સ્વામી વિવેકાનંદ ફીટનેશ સેંટર ને પણ નવા સાધનો વધુ એડ કરી નવું એક ભવ્ય ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે.

7. આ બજેટમાં શહેરીજનો ની સંવેદના ને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે ત્યારે 26જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા તમામ શહેરીજનો ના સ્વજનોની યાદમાં એક ભવ્ય ” પુણ્ય સ્મૃતિવન ” વિકસાવવાનું કામ પણ ભચાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તેમજ ભચાઉ શહેર મધ્યે આવેલા તમામ સમાજના સ્મશાન ઘરોને પણ આધુનિક બનાવી ખુટતી તમામ સુવિધાઓ પૂરી કરવા માટે પણ આ બજેટમાં જોગવાઈ કરેલ છે.

8. શહેરીજનોની આસ્થા ને ધ્યાને લઇને આ બજેટમાં ભચાઉ નું પૌરાણિક મંદિર કંથડનાથજી દાદા મંદિર પાસે પણ ભવ્ય બગીચો , 41 ફુટ ની ભગવાન શિવજીની મૂર્તિ તથા આખું ગામ ત્યાંથી દેખાય તે પ્રકારનું ભવ્ય રેસ્ટોરન્ટ પણ ભચાઉ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે.

9. આ બજેટમાં ભચાઉ શહેરીજનોની સુખાકારી તેમજ ભૌતિક સુવિધાઓ નું પણ ખ્યાલ રાખવામાં આવ્યું છે ત્યારે શહેરમાં E લાઇબ્રેરી , 10 થી પણ વધુ બાગ-બગીચાઓ , ફરવા માટેના નયનરમ્ય સ્થળો મામાદેવ તળાવ ડેવલોપ કરી ત્યાં વોક વે , કેફે એરિયા તથા બોટિંગ કરી શકાય તે પ્રકારનુ ફરવાલાયક સ્થળ તેમજ પવિત્ર કરગરીયા તળાવને પણ ડેવલોપ કરી ત્યાં બાજુમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા પાર્કને પણ નગરપાલિકા હસ્તગત કરી તે પણ ફરવા લાયક સ્થળ બનાવવામાં આવશે.

10. શહેરની આગવી ઓળખ ઊભી થાય તે માટે પણ આ બજેટમાં ભચાઉ શહેર કચ્છની એન્ટ્રી હોય ત્યારે સમસ્ત ગુજરાત નો સૌથી મોટો પ્રવેશદ્વાર “ગેટવે ઓફ કચ્છ” તથા ભચાઉ દૂધઈ હાઈવે રેલ્વેસ્ટેશન સુધીનો ડેવલોપ કરવા માટે પણ રૂપિયા ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

11. આ બજેટમાં પર્યાવરણ અંગે પણ ચિંતા કરવામાં આવી છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં ઓક્સિજન બેંક સ્વરૂપે તથા શહેરના આસપાસના વિસ્તારોમાં કુલ ૧ લાખ જેટલા વૃક્ષો વાવી અને ઉછેર કરવા માટેની પણ જોગવાઈ ભચાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

તેમજ જમીન ના પાણીના સ્તર ઊંચા લઇ આવવા માટે વરસાદી પાણી દરિયામાં વહી જતુ અટકાવી જમીનમાં ઉતારી શકાય અને તેનો સંગ્રહ કરી શકાય તેના માટેની પણ યોજનાઓ બનાવવામાં આવશે.

12. આ બજેટમાં આવતાં ત્રીસ વર્ષ પછી પણ ભચાઉ શહેર ની વસ્તી કેટલી હશે તેને ધ્યાને લઈને ભવિષ્યમાં પણ પાણીની પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે પણ ભચાઉ નગરપાલિકા દ્વારા રૂપિયા ૩૦ કરોડના ખર્ચે પાણી યોજના બનાવવા માટે નું આયોજન પણ કરવામાં આવેલ છે.

13. ભચાઉ શહેરમાં બાકી રહી જતી ગટર લાઈન પૂરી કરવા માટે પણ રૂપિયા ૧૬ કરોડના ખર્ચે શહેરમા જ્યા ડ્રેનેજ વ્યવસ્થા નથી ત્યાં ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

14. ભચાઉ માં રહેતા આર્થિક રીતે નબળાં અને મધ્યમ પરિવારો ની પણ ચિંતા કરતા આ બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1150થી પણ વધુ પરિવારોને રૂપિયા ૪૦ કરોડના ખર્ચે આવાસો બનાવી દેવાની પણ જોગવાઈ રાખવામાં આવેલ છે.

15. શહેરમાં ઇતિહાસ સાથેનું જોડાણ પણ વધુ મજબુત બને તે હેતુસર આ બજેટમાં ઐતિહાસિક પ્રેરણાદાયી મહાપુરુષો જેવા કે હિન્દ શાલિગ્રામ મહારાણા પ્રતાપ , બાબા સાહેબ આંબેડકરની , સરદાર વલ્લભભાઈ પટેલ , દેવાયત બોદર , અટલબિહારી બાજપાઈ તેમજ મિયા કક્ક્લ ની પ્રતિમાઓ અલગ-અલગ સ્થળો એ ટ્રાફિક આઇલેન્ડ તરીકે વિકસાવવાનું કામ પણ નક્કી કરવામાં આવેલ છે. તેમજ દેશની સુરક્ષા કરતા સેના ના જવાન નુ પણ ભવ્ય સ્ટેચ્યુ બનાવી જય જવાન સર્કલ ડેવલોપ કરવામા આવશે.
તેમજ સ્વ. ઈશ્વરદાનજી ગઢવી ના નામે ઇ-લાઇબ્રેરી , આચાર્ય ચાણક્યજી ના નામે નગરપાલિકાનો સભાખંડ , નેતાજી સુભાષચંદ્ર બોઝ ના નામે પરિષદ કેન્દ્ર , કેશવરાવ બલિરામ હેડગેવારજી ના નામે કેશવ રંગમંચ (ઓપન ઍર થિયેટર) તેમજ શહેરમા નિર્માણ પામી રહેલા તમામ બાગ-બગીચાઓ તેમજ રોડ રસ્તા ઓ ના નામો આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ ક્રાંતિવીરો ના નામે કરવાનું નક્કી કરેલ છે.

16. ભચાઉ શહેરને સ્વચ્છ , સુંદર , હરિયાળૂ અને ડસ્ટ ફ્રી બનાવવા તેમજ ઘન કચરા ના નિકાલ માટે પણ રૂપિયા ત્રણ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે.

17. આ બજેટમાં નગરપાલિકાના કર્મઠ કર્મચારીઓની ચિંતા પણ કરવામાં આવી છે ત્યારે નગરપાલિકાના કોઈપણ કાયમી અથવા રોજમદાર ઓફિસમાં રહીને કામ કરતા કર્મચારી નું અકસ્માતે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા એક લાખની સહાય તેમજ સફાઈ કામદારો તથા ગટર વ્યવસ્થા માટે કામ કરતા કામદાર નુ કોઈ અકસ્માતે મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા બે લાખની સહાય આપવાના નિર્ણય સાથે બજેટ મા જોગવાઇ રાખવામાં આવેલ છે.

18. આ બજેટમાં ભચાઉના શહેરીજનોના મનોરંજનની પણ ચિંતા કરવામાં આવી છે ત્યારે શહેરમાં જુદા જુદા પ્રેરણાદાઈ નાટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શહેર નો સ્થાપના દિન ઉજવણી તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટેની પણ જોગવાઈ રાખવામાં આવેલ છે.

19. ભચાઉ શહેર ની ચાલીસ ટકા જેટલી વસ્તી રેલવે ફાટક ની સામે ની સાઈડ રહેતી હોય ત્યારે આવા જવા માટે એકમાત્ર નાનુ ગરનાળું તેમજ એક માત્ર ફાટક હોવાના કારણે શહેરીજનોને શહેરમાં આવવા તકલીફ પડતી હોય ત્યારે ગરનાળા ને મોટુ વ્યવસ્થિત બનાવવા તેમજ ફાટક પર ઓવર બ્રિજ બનાવવા માટે પણ રૂપિયા ૯ કરોડની જોગવાઇ ભચાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

20. આ બજેટમાં શહેરીજનો ની સુરક્ષાની પણ ચિંતા કરવામાં આવી છે ત્યારે જુનુ cctv નેટવર્ક જે 117 કેમેરા શહેરમાં લાગેલા છે તેમાં વધુ ૬૪ નવા કેમેરા ઉમેરી આ નેટવર્ક ને વધુ મજબૂત કરવામાં આવશે તેમ જ ભવાનીપુર, નવી ભચાઉ , સરસ્વતી સોસાયટી ના મધ્યમાં એક નવી પોલીસ ચોકી બનાવવાનું કામ પણ નક્કી કરી બજેટમાં જોગવાઈ રાખવામાં આવેલ છે.

21. આ બજેટ ની સામાન્ય સભામાં ભચાઉ નગરપાલિકા દ્વારા ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો ઘડવામા આવ્યો તે બદલ સર્વાનુમતે કેન્દ્ર સરકારને અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો.

તેમજ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ની ભલામણ ને ધ્યાને લઇને ભચાઉ શહેરની નજીક આવેલ જેગવાર કંપની દ્વારા ભચાઉ શહેરની તેમજ આસપાસના વિસ્તારની તમામ શાળાઓમાં બાકી રહેતી સુવિધાઓ જેવી કે નવા ઓરડાઓ , ફર્નિચર , કોમ્પ્યુટર લેબ , ટોયલેટ બ્લોક બનાવી આપવા તેમજ વિધ્યાર્થિ ઓ માટે સ્કુલ બેગ તથા પુસ્તકો વિતરણ જેવી અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવા માટે તેઓએ કામગીરી ચાલુ કરી છે તે બદલ આભાર માનતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો.

તેમજ ભચાઉ વીસા ઓસવાળ જૈન મહાજન દ્વારા ૧૦૦ ટકા જનભાગીદારીથી ભચાઉ રેલવે સ્ટેશન પર પાટા ક્રોસ કરવા માટે લીફ્ટ બેસાડવાની વ્યવસ્થા રૂપિયા 75 લાખના ખર્ચે કરવામાં આવી,તે બદલ આભાર માનતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
તેમજ ઇલેક્ટ્રો થર્મ ઇન્ડિયા લિમિટેડ તથા મીના એજન્સી દ્વારા વૃક્ષારોપણ માટે સહાય આપવા બદલ આભાર માનતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

22. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને સૂખાકારીને ધ્યાને લઈને 7 થી પણ વધુ સાંસ્કૃતિક હોલ તેમજ શેડ તથા ધાર્મિક સ્થાનોમાં પેવર બ્લોક કથા શેડ બનાવી દેવા માટેની પણ જોગવાઈ આ બજેટમાં ભચાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

23. ભચાઉ શહેર મધ્યે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખરાબ કન્ડિશનમાં હોતા તેને રીપેર કરાવી અપગ્રેડ કરવા અને વધુથી વધુ સુવિધાયુક્ત ટાઉન હોલ બનાવવા માટે પણ રૂપિયા 2.75 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે.

24. ભચાઉ શહેરમાં બાકી રહી જતા રોડ-રસ્તાઓ ના કામો પૂરા કરવા માટે જનભાગીદારી અંતર્ગત રૂપિયા ૭ કરોડની જોગવાઈ રાખવામાં આવેલ છે.
તેમજ શહેરના સુશોભન માટે ડીવાઈડર ડેવલોપમેન્ટ , વિવિધ ઘણા બધા કામો શહેરના સુશોભન માટે, શહેરીજનોની સુખાકારી માટે કરવા માટેની જોગવાઇ આ બજેટમાં રાખવામાં આવેલ છે.

25. બજેટ માટે મળેલી સામાન્ય સભામાં ઉપર મુજબના તમામ કામો અવિરત ભચાઉ શહેર ની પ્રગતિ માટે ચાલુ રહે ભચાઉ શહેરની વિકાસની દિશા હંમેશાં ને માટે આવી જ રહે તે હેતુસર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ કમિટી એટલે કે ભચાઉ શહેર ની ” કાયમી વિકાસ ટકાઉ સમિતિ ” ની રચના કરવાનો નિર્ણય આજની સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યો. જેમાં ૨૧ જણા ની કમિટિ જે લોકો પાસે શહેર માટે સારા કામો કરવાના સુવિચારો હોય છે.., પણ રાજકારણથી કોઇ કારણો સર દૂર રહેતા હોય તેવા નોન પોલિટિકલ લોકોની એક કમિટી બનાવવાનો નિર્ણય પણ આજની સામાન્ય સભામાં કરવામાં આવ્યો. તેથી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નોન પોલિટિકલ પણ વિઝન ધરાવતા હોય તેવા લોકો સાથે મળીને ભચાઉ શહેર ની પ્રગતિની ઝડપને વધુ વેગ આપી શકશે.

આમ ઉપરોક્ત રીતે આ બજેટ ભચાઉ શહેરની કાયાપલટ કરનાર આવનારા સમયમાં એક નવા ભચાઉ નુ નિર્માણ કરનાર ઐતિહાસિક બજેટ બની રહેશે.
બ્યુરો ચીફ કરશન ભાઈ પ્રજાપતિ વીએમજી ન્યુઝ ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published.

Next Post

🟣 *પ્રેસનોટ* 🟣 ✨ *તા.૦૧/૦૩/૨૦૨૦* 💫 *_અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી_* 💫 *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બી.વી. પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા *અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૦૨૬૧/૨૦૨૦ IPC ક.૨૨૪ વિ.* ગુન્હાના કામે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાના પાદરગઢ ગામેથી પકડી પાડેલ. ✳ *ગુન્હાની વિગત:-* ➡ મજકુર કેદી અમરેલી જીલ્લા જેલમાં અમરેલી સીટી પો.સ્ટે ફ.ગુ.ર.નં-૫૫/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૬૩, ૩૬૬,૩૭૬ વિ. મુજબના ગુન્હાના કામે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો અને અમરેલી સિવીલ હોસ્પીટલમાં ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ હોય તે દરમ્યાન તા.૨૮/૦૨/૨૦૨૦ ના કેદીએ કુદરતી હાજતે જવાનું કહી સિવીલ હોસ્પીટલના ટોયલેટની બારીની જાળી તોડી ફરાર થયેલ આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થયેલ. ❇ *પકડાયેલ કેદી/આરોપીઃ-* ➡ *મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઇ વાઘેલા (દે.પુ.) ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.મૂળ ગામ-બાઢડા ઠે.સુરજવડી જવાના કેડે તા.સાવરકુંડલા જી.અમરેલી હાલ-પાદરગઢ તા.તળાજા જી.ભાવનગર* વાળાને તા.૦૧/૦૩/૨૦૨૦ ના રોજ ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાના પાદરગઢ ગામેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસને સોંપવા તજવીજ કરેલ. 💫 *આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા અમરેલી સિવિલ હોસ્પીટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ.* રિપોર્ટર:- નિલેશ માળવી સાથે કલ્પેશ માળવીઅમરેલી

Sun Mar 1 , 2020
Sharing is caring!🟣 *પ્રેસનોટ* 🟣 ✨ *તા.૦૧/૦૩/૨૦૨૦* 💫 *_અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી_* 💫 *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર […]

You May Like

Breaking News