રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા મહામારીને નાથવાના મહાઅભિયાનમાં દિવસ રાત જોયા વગર દોડી રહ્યા છે.

Sharing is caring!

રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા મહામારીને નાથવાના મહાઅભિયાનમાં દિવસ રાત જોયા વગર દોડી રહ્યા છે.

બીજાના પરિવારને બચાવવા માટે દોડાદોડી કરતા આ આઇપીએસ અધિકારીનો 10 વર્ષનો દીકરો અત્યારે હોસ્પિટલમાં છે. દીકરાના બંને આંતરડા ચોંટી ગયા છે અને કદાચ આજે એની સર્જરી પણ થશે. દીકરાની આવી સ્થિતિમાં પિતાની પુરા સમયની હાજરી હોસ્પિટલમાં હોવી જરૂરી છે પણ આ પોલીસ અધિકારી બીજાના દીકરાઓ અને પરિવારોની ચિંતા કરીને પોતાની ફરજ બજાવે છે. સમય મળે ત્યારે હોસ્પિટલ પૂછપરછ કરી લે કે દીકરા અને પરિવારને મળી લે અને ફરી પાછા કામે લાગી જાય.

જાડેજા સાહેબની જેમ કેટલાય અધિકારીઓ, કર્મચારીઓ, ડોકટરો, નર્સો, ફાર્માસિસ્ટ પોતાના પરિવારને એક બાજુ રાખીને માનવજાતની સેવા કરવામાં લાગી ગયા છે.

જરા વિચારો તો ખરા કે આ કપરો સમય પાર પાડવા માટે આખું વહીવટીતંત્ર ઊંધે માથે થયું છે ત્યારે આપણો નાગરિક તરીકેનો સહકાર ખૂબ જરૂરી છે.

પોલીસને સહકાર આપો
વહીવટીતંત્રને સાથ આપો
ઘરમાં રહીને દેશસેવા કરો.

દિનેશ કોશિયા ચોટીલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

ડીસા આખોલ પાસે ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા એક પોલીસ કર્મી સહિત બેના મોત ઘટના સ્થળે મોત

Fri Mar 27 , 2020
Sharing is caring!બ્રેકિંગ ન્યુઝ ડીસા ડીસા આખોલ પાસે ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા એક પોલીસ કર્મી સહિત બેના મોત ઘટના સ્થળે મોત અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સાથે ધારાસભ્યશશીકાંતભાઇ પન્ડયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ધારાસભ્ય એ પ્રજાના હિત માટે સરસ કામ કરી રહ્યા છે બંને પોલીસ કર્મીઓના મૃતદેહને પીએમ માટે […]

Breaking News