ઝાલોદમાં વ્યાજખોરોના ત્રાસ થી સમાજસેવક એ કરી આત્મહત્યા

Sharing is caring!

ઝાલોદમાં વ્યાજખોરોના ત્રાસ થી
સમાજસેવક એ કરી આત્મહત્યા

ઝાલોદમાં લુહારવાડા મિત્ર મંડળનો સમાજસેવક અને દરજી સમાજના તમામ લોકોના દિલ જીતી લીધેલ યુવકે ગુરુવારના રોજ આત્મહત્યા કર્યાના સમાચાર મળતા સમગ્ર ઝાલોદ તાલુકાના પંથકમાં આઘાતની લાગણી પ્રસરી હતી. તેની પત્ની યુક્તિ દરજીએ શુક્રવાના રોજ વ્યાજખોર વિનોદભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે આ સંબંધે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝાલોદ નગરમાં વત્સલ સામાજીક અને ધાર્મિક ઉપરાંત વર્તમાન સમયમાં કોરોના માટે સેવા આપતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળ્યું છે કે ઝાલોદના લૂહારવાડામાં રહેતા 26 વર્ષીય વત્સલ અશોકભાઈ દરજી નામના યુવકે ગુરૂવારે વહેલી પરોઢના ઘઉમાં નાખવાની ગોળીઓ ખાઈ લેતા વડોદરા હોસ્પિટલ લઈ જતા ગોધરા માર્ગ પહોચતા પહેલા યુવકનું મોત નિપજ્યું હતું. જેને પગલે સમસ્ત સમાજ અને ઝાલોદ પંથકમાં ઘેરાશોકની લાગણી પ્રસરી હતી. યુવકની અંતિમ ક્રિયા બાદ પત્ની યુક્તિ વત્સલ દરજી દ્વારા ઝાલોદની જ પંચશીલ સોસાયટીમાં રહેતા વિનોદ મોહનલાલ સોની વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

વિનોદભાઈ સોની પાસેથી વ્યાજે કે ઉછીના લીધેલ રૂ. 1,50,000માંથી 90 હજાર અને 10 હજાર એમ 1 લાખ પાછા આપેલ હતા માત્ર કુલ 60 હજાર (વ્યાજ સહીત) બાકી માટે વ્યાજ ખોરે 20 વખત ફોન કરીને માનસીક દુષ્પ્રેરણ કર્યું, રાત્રે 1.30 કલાક સુધી પણ ઉછીના નાણાં માટે ઉઘરાણી કરતા જાણકારી પ્રાપ્ત થઈ છે. વ્યાજ ખોર દ્વારા ઉઘરાણીના ટેન્સનમાં આવીને સલફોસની ગોળીઓ (ઘઉમાં નાખવાની ગોળી) ખાઈ આપઘાત કરેલ. છતાં વારંવાર ફોન ઉપર ઉઘરાણી કરી અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવા બદલ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને નગરજનોમાં પણ છુપો રોષ જોવા મળ્યો છે. અને આવા વ્યાજખોરો સામે ખૂબ જ આકરા પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

ખોડ મુકેશભાઈ

Leave a Reply

Your email address will not be published.

Next Post

51000નો ચેક કલેક્ટર સાહેબને આપતા ૯૯ વર્ષનારત્નાભાઈ મનજીભાઈ ઠુમર. તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું.

Sun Apr 19 , 2020
Sharing is caring!એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ […]

You May Like

Breaking News