પાલનપુરના ગાદલવાડા પાસે મહંતે ખડેશ્વરી અને મૌનવ્રત ધારણ કર્યું કોરોનાથી દેશને બચાવવા મહંતની પહેલ : વરસાદની પણ આગાહી કરી

Sharing is caring!

પાલનપુરના ગાદલવાડા પાસે મહંતે ખડેશ્વરી અને મૌનવ્રત ધારણ કર્યું

કોરોનાથી દેશને બચાવવા મહંતની પહેલ : વરસાદની પણ આગાહી કરી

 

: સત્ય ની સાથે એક માત્ર :
🇮🇳 vmg news 🇮🇳
*Contact us =રાકેશ એમ પ્રજાપતિ
એડિટર. =9924700770*
રીપોર્ટ =હિતેશ જોશી અંબાજી
www.vartamangujaratinews.co.in

સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસની મહામારી ભરડો લીધો છે. ત્યારે પાલનપુર તાલુકાના ગાદલવાડા નજીક એક મહંતે દેશને કોરોનાથી બચાવવા પોતે ૬૦ દિવસ સુધી મૌન વ્રત તેમજ ખડેશ્વરી વ્રત ધારણ કર્યું છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે કોરોનાથી હવે કુદરત જ લોકોને ઉગારી શકે તેમ જણાઈ રહ્યું છે. ત્યારે પાલનપુર તાલુકાના ગાદલવાડા નજીક આવેલા એક મહંતે દેશને કોરોનાથી બચાવવા અને કોરોના મુક્ત બનાવવા માટે મુહિમ ઉપાડી છે. મહંત ભૈરવગીરી મહારાજે દેશને કોરોનાથી બચાવવા ૬૦ દિવસ માટે માટે મૌન વ્રત તેમજ ખડેશ્વરી વ્રત ધારણ કર્યું છે. તે ઉપરાંત આ મહંતે આગામી ૧૭, ૧૮ અને ૧૯ મે દરમિયાન ભારે વરસાદની પણ આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત દેશ સંતો મહંતો સાથેની સંસ્કૃતિ સાથે સંકળાયેલો દેશ છે. ત્યારે દેશને કોરોનાથી મુક્ત બનાવવા માટે પાલનપુર તાલુકાના ગાદલવાડા નજીક આ મહંતે આકરૂ તપ હાથ ધર્યું છે. જેમાં ૬૦ દિવસ માટે ઊભા રહેવાનું તેમજ મૌનવ્રત ધારણ કરી દેશને બચાવવા મુહીમ હાથ ધરી છે.

રિપોટર હિતેશ જોશી બનાસકાંઠા જિલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

અંબાજી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10 નો મેમ્બર લલિત ચૌધરીને ગ્રામ પંચાયતના સેક્રેટરીએ છાવર્યા,આરોગ્ય અધિકારી,પોલીસ કર્મીઓની પણ ગુમરા કર્યા હોવાની વાતો પણ ચગડોળ રે ચઢી છે

Mon May 11 , 2020
Sharing is caring!અંબાજી અંબાજી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10 નો મેમ્બર લલિત ચૌધરીને ગ્રામ પંચાયતના સેક્રેટરીએ છાવર્યા,આરોગ્ય અધિકારી,પોલીસ કર્મીઓની પણ ગુમરા કર્યા હોવાની વાતો પણ ચગડોળ રે ચઢી છે હાલમાં જ્યારે કોરોનાવાયરસ નઈ જે લોકો બીજા ગામથી આવી રહ્યા છે તેને અંબાજી ખાતે શેલ્ટર હોમ માં રાખવાની સરકાર દ્વારા સુવિધા […]

You May Like

Breaking News