મહુવા તાલુકાના દુધાળા નં.2 ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ.20,600/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

*મહુવા તાલુકાના દુધાળા નં.2 ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ.20,600/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, દુધાળા નં-૨ ગામમાં ધાર વિસ્તારામાં ભોળાનાથના મંદિર સામે આવેલ ખુલ્લી બજારમાં ઇલેકટ્રીક લાઇટના અંજવાળા નીચે અમુક ઇસમો ભેગા મળી ગે.કા.રીતે પૈસા પાના વત્તી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ ૭ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા

નં. (૧) બંળવતભાઇ કાશીરામભાઇ દવે જાતે- બ્રાહમણ ઉ.વ.૪૫ ધંધો. ક્રમ કાંડ રહે. દુધાળા નં-૨
(૨) જમાલભાઇ અમીભાઇ સેલોત જાતે- ધાંચી ઉ.વ-૩૫ ધંધો.-ડ્રાઇવીંગ રહે. મહુવા, ધોળા મામાના ધકો મહુવા
(૩) ભુપતભાઇ અંબાભાઇ પરમાર જાતે- કુંભાર ઉ.વ.૪૮ ધંધો. ખેતી રહે. દુધાળાનં-૨ તા.મહુવા
(૪) રમેશભાઇ પોપટભાઇ લાડવા જાતે- કુંભાર ઉ.વ.૪૦ ધંધો.હીરા રહે. દુધાળા નં-૨ મહુવા
(૫) ભોળાભાઇ રામભાઇ પોપટ જાતે- આહિર ઉ.વ.૩૮ધંધો. ખેતી રહે. દુધાળાનં-૨ તા.મહુવા
(૬) લાલજીભાઇ ભીમજીભાઇ ચોટીલીયા જાતે-કુંભાર ઉ.વ.૪૦ ધંધો. ખેતી રહે. દુધાળાનં-૨ તા.મહુવા
(૭) મનોજભાઇ ત્રીભુવનભાઇ ચૌહાણ જાતે- કુંભાર ઉ.વ.૩૬ધંધો. કડીયાકામ રહે. દુધાળાનં-૨ તા.મહુવા વાળાઓ

ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન સાતેય ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.20,600/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરુણભાઈ નાંદવા તથા નરેશભાઇ બારૈયાએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published.

Next Post

બે મહિના પુર્વે તિલકનગર પાસેથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

Tue Jun 2 , 2020
Sharing is caring!*બે મહિના પુર્વે તિલકનગર પાસેથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસઓજી એસ.ઓ.જી. ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ […]

You May Like

Breaking News