હદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી* *લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

*હદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી*
*લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધ્માં પાસ દરખાસ્ત તથા હદપારી દરખાસ્તો તૈયાર કરી આવા ઇસમો હુકમનો ભંગ કરેતો તેના વિરૂધ્ધમાં કાયદેસર પગાલા લેવા સુચના કરવામાં આવેલ

જે સુચના આઘારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પાલીતાણા ભૈરવ ચોક પાસે આવતા હકિકત મળેલ કે પાલીતાણા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી તરફથી હદપાર કરવામાં આવેલ ઇસમ નિતીન ઉર્ફે સાંગો જીતુભાઇ સાંગડીયા રહે. પાલીતાણા વાળને ભાવનગર જિલ્લાને અડીને આવેલ અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર /ગ્રામ્ય સુરેન્દ્રનગર જિલ્લાઓ માથી હદપાર કરવામાં આવેલ અને મજકુર ઇસમ સક્ષમ અઘિકારીની પરવાનગી વગર હાલ તેના ઘર પાસે શેરીમાં ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર જઇ તપાસ કરતા મજકુર નિતીન ઉર્ફે સાંગો જીતુભાઇ સાંગડીયા જાતે ભરવાડ ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે- ગોરાવાડી પુલની સામે, પાલીતાણા જી ભાવનગર વાળો મળી આવતા તેણે મ્હે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી પાલીતાણા નાં હદપ કેસ નં-૦૪/૨૦૧૯ તા-૩૦/૦૭/ ૨૦૧૯ થી વર્ષ એક માટે હદપાર કરવામાં આવેલ હોય તેમ છતા ભાવનગર જીલ્લાની હદ માંથી મળી આવતા મજકુરે સક્ષમ અઘિકારીની પરવાનગી વગર જીલ્લામાં પ્રવેશ કરી હદપરી હુકમનો ભંગ કરતા મળી આવતા તેના વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ એકટ- ૧૪૨ મુજબનો ગુન્હો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા , તથા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભરતનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી વેન્ચરને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Tue Jun 9 , 2020
Sharing is caring!*ભરતનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી વેન્ચરને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા અને ગુન્હામાં નાસ્તા ફરતા […]

You May Like

Breaking News