અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

*અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર તેના વિરૂધ્ધમાં નોઘાયેલ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તૈયાર કરી આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો.૪૦૧,૩૪ વિગેરે મુજબનો ગુન્હો અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ,

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારો તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાલન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ત્રાપજ ગામ પાસે આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, અલંગ મરીન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન-૧૧/૨૦૨૦ ઇ.પી.કો.૪૦૧,૩૪ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી મથુર ઓઘડ ચૈાહાણ રહે. સરતાનપર ગામ વાળો ત્રાપજ ગામના બસ સ્ટેશન સામેના ભાગે વાહનની આડમાં ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા મથુરભાઇ ઓઘડભાઇ ચૈાહાણ ઉવ.૨૮ રહે. સરતાનપર ગામ વાણંદ શેરી તા.તળાજા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુનાની કબુલાત કરતા પોતે આ ગુના માં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ.જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે CRPC કલમ ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી *અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન.૧૧/૨૦૨૦ ઇ.પી.કો.- ૪૦૧,૩૪* વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ આગળની કાર્યવાહી કરવા અલંગ મરીન પોલીસ સ્ટેશન સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફનાં હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા સાગરભાઇ જોગદીયા પો.કો. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા પો.કો. હારિતસિંહ ગોહિલ*

Leave a Reply

Your email address will not be published.

Next Post

દાંતા "નવાવાસ" ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત

Tue Jun 9 , 2020
Sharing is caring!દાંતા “નવાવાસ” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત દાંતા તાલુકા ની નવાવાસ ગ્રામ પંચાયત એ તાલુકાની મોટી ગામ પંચાયત છે વરસાદ ગયા પછી પણ આ ગામ માં વરસાદી પાણી અને ગટર ના દુષિત પાણી થી ગામ માં […]

You May Like

Breaking News