દાંતા “નવાવાસ” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત

Sharing is caring!

દાંતા

“નવાવાસ” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત,

મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત

દાંતા તાલુકા ની નવાવાસ ગ્રામ પંચાયત એ તાલુકાની મોટી ગામ પંચાયત છે વરસાદ ગયા પછી પણ આ ગામ માં વરસાદી પાણી અને ગટર ના દુષિત પાણી થી ગામ માં ઠેરઠેર મુખ્ય માર્ગો પર પાણી ના ખાબોચિયા ભરાયા છે, ગામ ના મુખ્ય રસ્તાઓ પર જ્યાં લોકો ની અવરવજવર વધારે રહે છે ત્યાં આ દૂષિત પાણી ની નદીઓ વહેતી થઈ છે,આ દૂષિત પાણી માં ઠેરઠેર મચ્છરો પુષ્કળ પ્રમાણ માં ફેલાયેલા છે સ્કૂલમાં જતા બાળકોને આ ગંદા પાણી માંથી સ્કૂલ માં જવું પડે છે અને ગામ ના મુખ્ય માર્ગો પર પણ ઠેરઠેર કચરાના ઢગલા થી ગામ માં ગંદકીનું સામ્રાજય વધી ગયું છે અત્યારે ગામ ના મુખ્ય માર્ગો પર ઠેરઠેર દુષિત પાણી અને કચરાના જ જોવા મળે છે.. જો ટૂંક સમય આ ગામ મા દુષિત પાણી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામ માં રોગ ચાળો ફાટી નીકળવાનો ભય લોકો માં ફેલાયેલો જોવા મળ્યો હતો,ગામ ના મુખ્ય માર્ગો પર ગંદા પાણીની નદીઓ જોવા મળે છે ગ્રામ પંચાયત દ્વારા આ ગંદા પાણી અને વરસાદી પાણી નો કોઈ નિકાલ કરવામાં આવતો….નવાવાસ ગામ ની ગ્રામ પંચાયત આગળ જ દૂષિત પાણી ની નદીઓ વહે છે એ ગ્રામ પંચાયત ના સરપંચ દેખાતી નથી ને આ દૂષિત પાણી નો નિકાલ કરવાનો તો દૂર સરપંચ આ બાબતે આંખ આડા કાન કરે છે

કોરોના મહામારી નો પ્રકોપ ગુજરાત માં જ્યારે વકર્યો છે” ત્યારે દાંતા તાલુકા ના “નવાવાસ ” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, ગામ માં ઠેરઠેર રસ્તાઓ પર ના પાણી અને ગંદકીથી ગ્રામજનો પરેશાન ,જો ટૂંક સમય માં ગામ માં દુષિત પાણી અને કચરાના ઢગલા નું કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો થોડા સમય માં ગામ માં રોગ-ચાળો ફાટી નીકડવાની દહેશત

આગંદકીથી ત્રસ્ત ગ્રામજનો એ વારંવાર ઉચ્યા રજૂઆતો કરી હોવા છતાં તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી…જો આ ગામ માં કોઈ મોટો રોગ-ચાળો ફાટી નીકડે તો એનું જવાબદાર કોણ રહેશે તંત્ર કે ગ્રામપંચાયત રિપોટર હિતેશ જોશી અંબાજી બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published.

Next Post

પાડોદર ગામના ખેડૂતોની રજૂવાત બાબતે કાર્યવાહી કરવા બદલ તંત્રનો પ્રવીણભાઇ રામ તેમજ કેશોદ જન અધિકાર મંચની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે

Wed Jun 10 , 2020
Sharing is caring!*પાડોદર ગામના ખેડૂતોની રજૂવાત બાબતે કાર્યવાહી કરવા બદલ તંત્રનો પ્રવીણભાઇ રામ તેમજ કેશોદ જન અધિકાર મંચની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે* કેશોદ તાલુકાના પાડોદર ગામના ખેતરોમાં રહેલા પાળાના કારણે સોમાચામાં પાણી ભરાવાથી આ બાંધ જ્યારે તુટે ત્યારે આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને મોટાપાયે નુકસાન થતું હતું, જો […]

You May Like

Breaking News