પાડોદર ગામના ખેડૂતોની રજૂવાત બાબતે કાર્યવાહી કરવા બદલ તંત્રનો પ્રવીણભાઇ રામ તેમજ કેશોદ જન અધિકાર મંચની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે

Sharing is caring!

*પાડોદર ગામના ખેડૂતોની રજૂવાત બાબતે કાર્યવાહી કરવા બદલ તંત્રનો પ્રવીણભાઇ રામ તેમજ કેશોદ જન અધિકાર મંચની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે*

કેશોદ તાલુકાના પાડોદર ગામના ખેતરોમાં રહેલા પાળાના કારણે સોમાચામાં પાણી ભરાવાથી આ બાંધ જ્યારે તુટે ત્યારે આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને મોટાપાયે નુકસાન થતું હતું, જો કે આ સમસ્યા ઘણી જૂની હતી અને અનેક રજુવાતો બાદ પણ આ સમસ્યાનું નિરાકરણ થતું નહોતું અને એટલે થોડા સમય પહેલા પાડોદર ગામના ખેડૂતો દ્વારા સફળ આંદોલનકારી પ્રવીણભાઇ રામ સામે આ બાબતની રજૂવાત કરવામાં આવી હતી તેમજ ગ્રામ્યજનો દ્વારા કેશોદ જન અધિકાર મંચની ટીમને પણ રજુવાત કરવામાં આવી હતી ત્યારબાદ પાડોદર ગામના ખેડૂતોની આ યોગ્ય રજુવાતને ધ્યાને લઈ પ્રવીણભાઇ રામ દ્વારા એમના લેટરપેડ ઉપર ખેડૂતોની આ માંગણીનો સત્વરે નિકાલ કરવા જવાબદાર અધિકારીઓને રજૂવાત કરતી અરજી તૈયાર કરવામાં આવી હતી જે અરજી કેશોદ જન અધિકાર મંચની ટીમ દ્વારા કેશોદ મામલતદાર અને કેશોદ પ્રાંતઅધિકારીને તા. ૨૯/૦૫/૨૦૨૦ ના રોજ પાઠવવામાં આવી હતી તેમજ આ સમયે મામલતદાર સાહેબ દ્વારા પણ આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવા બાહેંધરી પણ આપવામાં આવી હતી,
ત્યારે અઠવાડિયા પહેલા મામલતદાર ઓફિસ અને પ્રાંત અધિકારીની ઓફીસમાંથી મળેલા જવાબ અનુસાર હાલ પાડોદર ગામના ખેડૂતોની માગણીને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પ્રવીણભાઇ રામની ખેડૂતોની આ રજુવાતને ગંભીરતાથી લેવા બદલ કેશોદ જન અધિકાર મંચની ટીમ કેશોદ મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની ખુબ ખુબ આભાર વ્યકત કરે છે અને સાથે સાથે ખેડૂતોની આ માંગણીનો નિકાલ કરવા માટે જે જે લોકોએ નાના મોટા અંશે પણ પ્રયાશો કર્યા છે એ તમામનો પણ આભાર વ્યક્ત કરે છે
પ્રવીણભાઇ રામ તેમજ જન અધિકાર મંચની ટિમ હરહંમેશ ખેડૂતોના તેમજ જાહેર જનતાના હિત માટે અવાજ ઉઠાવે છે ત્યારે આપણા કેશોદ વિસ્તારમાં અન્ય કોઈ પ્રશ્નો મુંઝવતા હોઇ તો આપ કેશોદ જન અધિકાર મંચ નો સંપર્ક કરી શકો છો , અમે એ પ્રશ્નની પ્રવીણભાઇ રામ સાથે વાતચીત કરી અને એમના માર્ગદર્શન હેઠળ આપની રજૂવાતને યોગ્ય જગ્યા સુધી પહોંચાડવાનો નૈતિક પ્રયાશ કરીશું

*ટિમ ઓફ પ્રવીણભાઈ રામ કેશોદ*💪🏻
*(કેશોદ જન અધિકાર મંચ)*
#PravinRam #YouthIcon.
#PravinRamOfficial #JanAdhikarManch.

નોંધ :- પ્રવીણભાઇ રામ દ્વારા તંત્રને 29 તારીખે કરવામાં આવેલી રજુવાતની કોપી પણ સાથે સામેલ છે

રીપોર્ટર ભરત મકવાણા ચામુંડા બ્રીજ

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

Wed Jun 10 , 2020
Sharing is caring!*પ્રેસનોટ તા.૧૦/૦૬/૨૦૨૦ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.* *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા, તેમજ જીલ્લા […]

You May Like

Breaking News