અમરેલી જીલ્લાના ઘરફોડ ચોરીતથા ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં સોનગઢ પાલીતાણા ચોકડી પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી જીલ્લાના સીટી પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.ન.-૨૬૦/૨૦૧૯ ઇ.પી.કો-૪૫૭,૩૮૦ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી અરવિંદ હિમતભાઇ મકવાણા રહે. દામનગર જી.અમરેલી વાળો સોનગઢ બસ સ્ટેશન પાસે ઉભો હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા અરવિંદભાઇ હિમતભાઇ મકવાણા ઉવ.૨૫ રહે. દામનગર તા. લાઠી જી. અમરેલી વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુર.ન. ૨૬૦/૨૦૧૯ ઇ.પી.કો.-૪૫૭, ૩૮૦ વિગેરેમુજબનો ગુન્હો નોઘાયેલ હોય અમરેલી સીટી પોલીસ સ્ટેશન ને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા કુલદિપસિંહ ગોહિલ તથા ડ્રા.હેડ કોન્સ. પ્રદયુમનસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રીપોર્ટર:- કલ્પેશ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

આછવણી પ્રગટેશ્વર ધામ ના ધર્મચાર્ય પ્રભુ દાદાનો 81મો જન્મ દિન આજે સાદગી અને સ્નેહસભર વાતાવરણમાં ઉજવાયો

Sat Jun 13 , 2020
Sharing is caring!પ્રેસ નોટ: *પ્રભુ દાદાએ ધર્મચાર્ય નું બિરુદ અક્ષર: નિભવ્યું છે-પ્રફુલ્લ શુક્લ*   ઉનાઈ આછવણી પ્રગટેશ્વર ધામ ના ધર્મચાર્ય પ્રભુ દાદાનો 81મો જન્મ દિન આજે સાદગી અને સ્નેહસભર વાતાવરણમાં ઉજવાયો હતો.જેમાં કથાકારો,ભૂદેવો અને શિવ પરિવાર ના સદસ્યો લોકડાઉન ના નિયમ અનુસાર સીમિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિવ પરિવાર ના પ્રમુખ […]

You May Like

Breaking News