વસ્ત્રાપુર તથા બોપલ પો.સ્ટે. ના વોન્ટેડ આરોપીને પકડીને તથા તેની સાથે અન્ય એક બાળકિશોર બંનેએ મળીને મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠાથી ચોરી કરેલ મોપેડ (સ્કુટર) ડીટેક્ટ કરી રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

Sharing is caring!

*પ્રેસનોટ*
*તા.૧૩/૦૬/૨૦૨૦*
*હિંમતનગર બી ડિવિઝન પોલીસ*
*વસ્ત્રાપુર તથા બોપલ પો.સ્ટે. ના વોન્ટેડ આરોપીને પકડીને તથા તેની સાથે અન્ય એક બાળકિશોર બંનેએ મળીને મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠાથી ચોરી કરેલ મોપેડ (સ્કુટર) ડીટેક્ટ કરી રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ*

*પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ* નાઓની સુચનાથી જીલ્લામાં વાહન ચોરીની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય.જે સંદર્ભે *હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ* તથા *હિંમતનગર વિભાગના ઇન્ચાર્જ સી.પી.આઇ શ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબના* માર્ગદર્શન હેઠળ *પો.સબ.ઇન્સ એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો* આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.
તા.૧૧/૦૬/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ. એ.એન.ગઢવી તથા ડી સ્ટાફના માણસો ન્યાયમંદિર ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહ તથા અ.પો.કો. મોન્ટુસિંહ રણજીતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે
*હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ-૧૧૨૦૯૦૫૬૨૦૦૪૨૫ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમા ગયેલ સફેદ રંગનુ એકટીવા મોપેડ નંબર-G.J.01.NL.8465* નુ લઇને બે ઇસમો નીકળેલ છે.જે બાતમી હકીકત આધારે *આરોપી-રાજુ ઉર્ફે રફીક S/O વિશ્વનાથ ઉર્ફે ઇરફાન કોલે (હિન્દુ મરાઠી) રહે.અમદાવાદ,સરખેજ રોડ,ગુરુદ્વારા, દાઢીભાઇના પાનના ગલ્લાની બાજુમાં, ફુટપાટ ઉપર તા.જી.અમદાવાદ મુળ રહે. હસનનગર તા.હિંમતનગર વાળો તથા તેની સાથે એક બાળ કિશોર* મળી બંન્ને જણાએ ચોરી કરેલાની કબુલાત કરેલ જે બંન્ને ઇસમોને કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવી તેઓના ટેસ્ટ નેગેટીવ આવતાં બંન્નેને અટક તથા ડિટેઇન કરવામાં આવેલ અને તેના રીમાન્ડ મેળવતાં નીચે મુજબના ગુન્હાની કબુલાત કરેલ છે.


*(૧)પાલનપુર શહેર પૂર્વ પો.સ્ટે. જી.બનાસકાંઠા પાર્ટ એ નં.૧૧૧૯૫૦૩૪૨૦૦૪૯૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯ ગુન્હાના કામે એકટીવા નંબર-GJ.06.DP.8034* ની ચોરેલાની કબુલાત કરેલ છે.જે રીકવર કરવામાં આવેલ છે.
*(૨)છાપી પો.સ્ટે. જી.બનાસકાંઠા એ પાર્ટ-૧૧૨૦૯૦૫૬૨૦૦૪૨૫ ઇ.પી.કો.કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે એકટીવા નંબર-GJ.01.MN.1581* ની ચોરેલાની કબુલાત કરેલ છે.જે રીકવર કરવામાં આવેલ છે.
*(૩)મહેસાણા શહેર બી ડીવીઝન પો.સ્ટે. જી.મહેસાણા એ પાર્ટ- ૧૧૨૦૯૦૫૬૨૦૦૪૨૫ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબના કામે*
*(૧)એકટીવા નંબર-GJ.02.CB.2074* તથા
*(૨)વેસ્પા નંબર-GJ.02.CS.2647 ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે બંન્ને વાહનો રીકવર કરવામાં આવેલ છે.*
*(૪)વસ્ત્રાપુર પો.સ્ટે. અમદાવાદ શહેર પાર્ટ એ નં.૧૧૧૯૧૦૨૦૨૦૦૨૪૦/૨૦૨૦ ઇ.પી.કો ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામે આરોપી રાજુ ઉર્ફે રફીક S/O વિશ્વનાથ ઉર્ફે ઇરફાન કોલે (હિન્દુ મરાઠી) નાસતો ફરતો છે.*
*(૫)બોપલ પો.સ્ટે. અમદાવાદ શહેર પાર્ટ એ નં.૧૧૧૯૨૦૧૧૨૦૦૦૪૭૧/૨૦૨૦ ઇ.પી.કો ક.૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામે આરોપી રાજુ ઉર્ફે રફીક S/O વિશ્વનાથ ઉર્ફે ઇરફાન કોલે (હિન્દુ મરાઠી) નાસતો ફરતો છે.*
જેથી ઉપરોકત પકડેલ આરોપી તથા કિશોર નાઓએ *કુલ-૫ વાહનોની ચોરી કરેલ* હોય જે મુદ્દામાલ રીકવર કરી તેમજ આરોપી રાજુ ઉર્ફે રફીક S/O વિશ્વનાથ ઉર્ફે ઇરફાન કોલે (હિન્દુ મરાઠી) *અમદાવાદ શહેરના બે ગુન્હાઓમાં નાસતો ફરતો હોય* જેને પકડી પાડવામાં હિંમતનગર બી ડીવીઝન પોલીસને સફળતાં મળેલ છે.
*(એ.એન.ગઢવી) પો.સબ.ઇન્સ. હિં.બી ડીવી.પો.સ્ટે.*
રાકેશ નાયક સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે ટાલ્કીને દેશી તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી મજકૂર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

Sun Jun 14 , 2020
Sharing is caring!   અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે ટાલ્કીને દેશી તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી મજકૂર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ અમરેલી જીલ્લામાં લુખ્ખા તત્વોનો આતંક ડામવાના અર્થે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લામાં સુલેહ શાંતિ જળવાય […]

You May Like

Breaking News