અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે ટાલ્કીને દેશી તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી મજકૂર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

 

અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે ટાલ્કીને દેશી તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી મજકૂર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ
અમરેલી જીલ્લામાં લુખ્ખા તત્વોનો આતંક ડામવાના અર્થે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લામાં સુલેહ શાંતિ જળવાય રહે જે અનુસંધાને ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબ તેમજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર વી.આર ખેરનાઓએ સખત સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૩૨૦૧૦૮૯/૨૦૨૦ ઈપીકો ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુન્હો ગઈ તા. ૧૨/૦૬/૨૦૨૦ના ક. ૨૧/૩૦ વાગ્યે રજી. થયેલ હોય જે ગુન્હાના આરોપી તરીકે ઈરફાન ઉર્ફે ટાલ્કી રહે. અમરેલી વાળો હોય જેને અટક કરવાનો બાકી હોય જેથી પો.સ.ઈ એમ.એચ પરાડીયા તથા અના. હે.કો નિલેશભાઈ વી. લંગાળીયા તથા લોકરક્ષક દેવાંગભાઈ ધર્મેશભાઈ એ રીતેના આ ઈરફાન ટાલ્કી અંગે તપાસ કરતા જાણવા મળેલ કે આ ઈરફાન ઉર્ફે ટાલ્કી એટલે ઈરફાન ઉર્ફે ટાલ્કી મહમદભાઈ ખીમાણી રહે. મોટા કસ્બાવાડ, માઈ સરોવરમા ની દરગાહ પાસે રહેતો હોય જેથી તુરંત જ ઉપરોક્ત પો.સ્ટાફ સાથે મજકુર આરોપીના ઘરે તપાસ કરવા જતા ઈરફાન ઉર્ફે ટાલ્કી મહમદભાઈ ખીમાણી તેના ઘરની બહાર ઉભો હોય જે અગાઉ ઘણા ગુન્હામાં પકડાયેલ હોય જેથી પોલીસને જોઈને નાસી જવા પ્રયાસ કરતા તુરંત જ તેને રોકી અને તે અગાઉ શરીર સબંધી અને હથીયારોના કેસમાં પકડાયેલ હોય જેથી તેની પાસે કોઈ હથીયાર હોવાની શંકા હોય જેથી તુરંત મજકૂર ઈસમની અંગઝડતી કરતા મજકુર ઈસમના પાછળના કમરના ભાગે પેન્ટમાં એક દેશી તમંચા જેવા આકારનુ હથીયાર મળી આવેલ હોય તેમજ દેશી તમંચાને ખોલી તપાસ કરતા તમંચામાંથી એક જીવતો કાસતૂસ મળી આવેલ હોય જે પોતાના કબ્જામાં લાયસન્સ વગર પ્રતિબંધીત શસ્ત્ર દેશી બનાવટનો તમંચો તથા એક જીવતો કારતૂસ પોતાના કબ્જામાં રાખી આ હથીયાર માચીયાળા ગામના દરબાર અજાણ્યા શખ્સ જેની પાસે હથીયાર વેચવાનુ લાયસન્સ નથી તેની પાસેથી ખરીદી છુપી રીતે સરકારી બસમાં કંડક્ટરને જાણ ન થાય તે રીતે માચીયાળાથી અમરેલી લાવેલ હોય તો મજકૂર ઇસમ વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે. શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ની કલમ ૭, ૨૫(૧-એ), ૨૫(૧-એ,એ), ૨૫(૧-બી)(એ), ૨૬(૧), ૨૯(એ), તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ ઇસમ:-
ઈરફાન ઉર્ફે ટાલ્કી મહમદભાઈ ખીમાણી ઉ.વ.૪૦ ધંધો-મજૂરી રહે.અમરેલી મોટા કસ્બાવાડ, માઈ સરોવરમા ની દરગાહ પાસે તા.જી.અમરેલી
રિપોર્ટ-નિલેશ માળવી સાથે ભાવેશ વાઘેલા અમરેલી

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમદાવાદ સેન્ટ્રલ જેલ માંથી ખુન કેસનો પેરોલ જમ્પ થયેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Mon Jun 15 , 2020
અમદાવાદ સેન્ટ્રલ જેલ માંથી ખુન કેસનો પેરોલ જમ્પ થયેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના […]

You May Like

Breaking News