અમદાવાદ સેન્ટ્રલ જેલ માંથી ખુન કેસનો પેરોલ જમ્પ થયેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Sharing is caring!

અમદાવાદ સેન્ટ્રલ જેલ માંથી ખુન કેસનો પેરોલ જમ્પ થયેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ તેવા આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.

વરતેજ પોલીસ સ્ટેશનના ફ. ગુ.ર.ન- ૧૨૦/૨૦૦૬ ઇ.પી..કો. કલમ-૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં પાકા કામનો આરોપી અશોકભાઇ બચુભાઇ ચાવડા રહે. મોટા સુરકા તા. શિહોર વાળાની વિરૂધ્ધમાં ગુન્હો નોઘાયેલ અને કેસ ચાલી જતા પાકા કામ ના કૈદી તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૦૮/૪/૨૦૨૦ થી દિન-૩૦ ના વચગાળાના પેરોલ રજા ઉપર અમદાવાદ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવા માં આવેલ અને તા.૦૯/૦૫/૨૦૨૦ ના રજા પુરી થયે અમદાવાદ જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે અમદાવાદ મધ્યસ્થ જેલનો પાકા કામનો આરોપી અશોકભાઇ બચુભાઇ ચાવડા રહે. મોટા સુરકા તા. શિહોર જી. ભાવનગર વાળા તેના ઘરે હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફના માણસો તેના રહેણાક મકાન ઉપર જઇ મજકુર પેરોલ રજા ઉપરના આરોપી અશોકભાઇ બચુભાઇ ચાવડા ને પકડી લઇ તેની અટકાયત કરી અમવાદાવ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો. કુલદિપસિંહ ગોહિલ યા તથા ડ્રા.ઘર્મેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર વી.આર.ખેર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.બી.રાણા સાહેબની અન્ય જીલ્લામાં બદલી થતા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.*

Mon Jun 15 , 2020
Sharing is caring!  *અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર વી.આર.ખેર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.બી.રાણા સાહેબની અન્ય જીલ્લામાં બદલી થતા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.* * હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ COVID-19 વાયરસ ફેલાઇ નહી તે માટે લોકડાઉનમાં ખુબ જ […]

You May Like

Breaking News