અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર વી.આર.ખેર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.બી.રાણા સાહેબની અન્ય જીલ્લામાં બદલી થતા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.*

 

*અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર વી.આર.ખેર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.બી.રાણા સાહેબની અન્ય જીલ્લામાં બદલી થતા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.*
* હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ COVID-19 વાયરસ ફેલાઇ નહી તે માટે લોકડાઉનમાં ખુબ જ ઉમદા અને પ્રશંસનિય કામગીરી કરનાર તેમજ અમરેલી શહેરમાં ગુનેગારોમાં પોલીસનો ખૌફ ઊભો કરી ગુન્હાઓ પર અંકુશ લાવનાર તેમજ પોલીસ સ્ટાફ અને અમરેલી શહેરના વેપારી તેમજ લોકોમાં ખુબ જ લાગણી ઘરાવનાર અમરેલી સીટી પો.સ્ટે.ના ઝાંબાજ પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.આર.ખેર સાહેબની વડોદરા શહેર ખાતે બદલી થયેલ હોય તેમજ અમરેલી સીટી પો.સ્ટે.માં પો.સબ ઇન્સ. તરીકે ફરજ બજાવતા શ્રી એમ.ડી.મકવાણા સા.ની ગાંધીનગર ખાતે તેમજ એમ.બી.રાણા સાહેબની ખેડા (નડીયાદ) ખાતે બદલી થયેલ હોય જેઓને અમરેલી જીલ્લાના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા ત્રણેય અધિકારીઓને બદલી વાળી જગ્યાએ હાજર થવા માટે છુટા કરવામા આવતા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ત્રણેય અધિકારીઓને પુષ્પગુચ્છ, શાલ તથા મોમેન્ટો અર્પણ કરી વિદાય આપવામાં આવેલ. આ તકે ત્રણેય અધિકારીઓએ અમરેલી સીટી પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનેલ.તેમજ સીટી પોલીસ સ્ટેશનનો ચાર્જ પો.ઇન્સ.કે. ડી. જાડેજા સાહેબે સંભાળતા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ છે.

રિપોર્ટ-નિલેશ માળવી સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ચોટીલા યાત્રાધામ સરકાર ની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું...

Mon Jun 15 , 2020
  ચોટીલા માં ચામુંડા માનુ યાત્રાધામ સરકાર ની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું.. એન્કર પવિત્ર યાત્રાધામ તેમજ ધાર્મિક સ્થળોને ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિર પણ સરકાર ની ગાઈડલાઇન મુજબ શરૂ કરવામાં આવેલ છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા પુરતી […]

You May Like

Breaking News