
ચોટીલા માં ચામુંડા માનુ યાત્રાધામ સરકાર ની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું..
એન્કર
પવિત્ર યાત્રાધામ તેમજ ધાર્મિક સ્થળોને ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિર પણ સરકાર ની ગાઈડલાઇન મુજબ શરૂ કરવામાં આવેલ છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જેમાં થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે તેમજ સેનેટાઈઝ પણ કરવામાં આવે છે અને દર્શન કરવા આવનાર વ્યક્તિ ને માસ્ક પહેરીને આવવા દેવામાં આવે છે. સાથે 65 વર્ષથી વધુ ઉંમર ના લોકો, 10 વર્ષ થી નીચેની ઉંમરના બાળકો તેમજ સગર્ભા મહિલાઓને હાલ પ્રવેશ આપવામાં આવતો નથી. માતાજીના દર્શન કરવાનો સમય સવારે 6-30 થી 12 સુધી અને બપોરે 1 થી સાંજના 6-30 સુધીનો રાખવામાં આવ્યો છે, જ્યારે બપોરે 12 થી 1 ના સમય માં ફરીવાર મંદિર તેમજ સીડીઓને સેનેટાઈઝર કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. જ્યારે મંદિરમાં આરતી ના સમયમાં હાલ પૂરતી દર્શનાર્થીઓ માટે પાબંધી મૂકવામાં આવી છે,તેમજ કોરોના વાયરસના સંક્રમણની ધ્યાને રાખીને અગમચેતીના ભાગરૂપે હાલ ભોજનાલય પણ બંધ રાખવામાં આવ્યું છે.
બાઈટ
(૧) વિક્રમસિંહ (દર્શનાથી)
(૨) અર્પિતા બેન (દર્શનાથી)
(૩) અશ્વિનગીરી ગોસ્વામી (મંદિર ના ટ્રસ્ટી ચોટીલા)
રિપોર્ટ-નિલેશ માળવી અમરેલી