અમરેલી ચક્કરગઢ રોડ ઉપર આવેલ ફ્લેટમાં તથા કેરીયાચાડ ગામે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

Sharing is caring!

 

*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ શ્રી આર.કે.કરમટા* તથા *પો.સ.ઇ શ્રી પી.એન.મોરી* ની રાહબરી નીચે *અમરેલી એલ.સી.બી ટીમે* અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બે અલગ અલગ જગ્યાએ રેઇડો કરી ત્રણ ઇસમોને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડેલ છે.

1️⃣ *અમરેલી ચક્કરગઢ રોડ પર આવેલ સંસ્‍કાર કોમ્‍પ્‍લેક્સમાં આવેલ ફ્લેટમાં કરેલ રેઇડની વિગતઃ-*

*પકડાયેલ આરોપીઃ-*
બિપીનભાઇ ઉર્ફ ભુરો રમેશભાઇ બોઘરા, ઉ.વ.૨૮, રહે.અમરેલી, ચકકરગઢ રોડ, સંકુલ પાસે

*પકડાયેલ મુદામાલ-*
ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૮, કિં.રૂ.૨૪૦૦/- તથા બે મોબાઇલ ફોન કિં.રૂ.૫૫૦૦/- મળી *કુલ કિં.રૂ.૭૯૦૦/- નો મુદામાલ*

પકડાયેલ ઇસમને આ ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગે પુછપરછ કરતાં આ દારૂ કેરીયા ચાડ ગામના ભયલુભાઇ ભાભલુભાઇ ધાખડા પાસેથી ફોન પર વાતચીત કરી મંગાવેલ હોવાનુ જણાવેલ. જેથી કેરીયાચાડ ગામે રેઇડ કરેલ.

2️⃣ *અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે કરેલ રેઇડની વિગતઃ-*

*પકડાયેલ આરોપીઃ-*
1️⃣ ભયલુભાઇ ભાભલુભાઇ ધાખડા ઉ.વ.૨૫ રહે.કેરીયાચાડ તા.જિ.અમરેલી
2️⃣ ભયકુભાઇ વલ્કુભાઇ ધાખડા ઉ.વ.૨૭ રહે.નાની ધારી, તા.ખાંભા, જિ.અમરેલી, હાલ રાજકોટ, હુડકો ચોકડી પાસે, રણુજા નગર

*પકડાયેલ મુદામાલ-*
ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલો નંગ-૮૦, કિં.રૂ.૨૫,૭૬૦/- તથા બે મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- તથા નંબર પ્લેટ વગરની ટાટા અલ્ટોઝ સફેદ કલરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૫,૩૫,૭૬૦/- નો મુદામાલ*

ઉપરોક્ત વિગતે બંને જગ્યાએથી રેઇડ દરમ્‍યાન પકડાયેલ પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓને *અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે.

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ* દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ-નિલેશ માળવી સાથે વિપુલ મકવાણા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે બનવા પામેલ ખુનના ગુન્‍હાના બંને આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

Mon Jun 15 , 2020
Sharing is caring!   *ગુન્‍હાની વિગતઃ-* અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે સામાન્‍ય બોલાચાલીમાં મારા-મારી થતા પોતાના પતિ અને પુત્રને છોડાવવા વચ્ચે પડેલ મહિલાને ધક્કો મારી પછાડી દેતાં માથામાં ઇજા થતાં બનાવ ખુનમાં પરિણમ્યો હતો. 💫 બનાવની વિગત એવી છે કે, માંગવાપાળ ગામે રહેતાં અશોકભાઇ ભીમજીભાઇ ઠુંમરની પરણિત દિકરીને માંગવાપાળ ગામનો જ […]

You May Like

Breaking News