Sharing is caring!

ચીખલી ઓવરબ્રિજ નીચેથી બાધીને લઈ જવાતા બે બળદોને ગૌરક્ષક અને V.H.P ના મિત્રો દ્વારા બચાવાયા.
ચીખલી ના ચાર રસ્તા/ઓવરબ્રિજ નીચેથી વગર પરવાનગીએ કૂર્તાપૂર્વક બે બળદ ભરેલા પિકપ ટેમ્પો સાથે બે જણા ઝડપાયા હતા.

માહિતી અનુસાર ચીખલી ટાઉન પોલીસ મથકે આવી ગૌરક્ષક પ્રેમસિંગ ભાઈ ગોસ્વામી અને વિશ્વ હિન્દુ પરિષદ ના હર્ષદભાઈ પંડ્યા,હિતેષ ભાઈ પટેલ,અમિતભાઈ વ્યાસ ને ચીમનભાઈ સુથાર ના ઓએ જણાવેલું કે ઓવરબ્રિજ નીચે બોલેરો પિકપ નંબર GJ.05.BV.5215. પકડ્યો છે, જેમાં બે બળદ ભર્યા છે તેમ જણાવતા ચીખલી પોલીસ સ્ટાફ સાથે સ્થળે જતા ત્યાં પિકપ હાજર હોય અને તેની સાથે ચાલક આસિફ અહમદ ચોથીયા(ઉવ,37,રહે, કછોલી,તા;ચોર્યાશી) સાથે અન્ય એક શખ્સ દાઉદ સુલેમાન હાફેજી (ઉવ,55, કછોલી) હાજર હતા. પિકપમાં તપાસ કરતા બે બળદ ટૂંકા દોરડાથી અને ઘાસચારા કે પાણીની સગવડ વગર કૂર્તાથી બાંધેલા હતા. આ બળદ ક્યાંથી લાવ્યા એ પૂછતા તેમણે આ બળદ બાબુભાઈ એ આમધરાથી ભરાવેલા હોવાનું જણાવ્યું હતું. હેરફેર કરવા માટે સક્ષમ અધિકારી ની પરવાનગી માગતા તેઓ એ તલાવચોરા ગ્રામ પંચાયત નો લેટર પેડ પર કરેલું લખાણ બતાવ્યું હતું પરંતુ લેટરપેડ માં ઉલ્લેખ કરાયેલ વ્યક્તિ પીકપ‌ માં હોયજ નહિ તેમજ બને બળદ આમધરાથી ભરાવેલા હોય પકડાયેલા બંને શખ્સ અને બોલેરો પીકપ ને ચીખલી પોલીસ મથકે લાવી PSI શ્રી એમ.બી. કોકણી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી શહેરમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં સરકારી ક્વાર્ટર્સમાં ચોરી કરતા ઇસમને કોમ્‍પ્યુટરના મોનીટર તથા રોકડ રકમ સહિત કિં.રૂ.૮,૩૦૦/- ના મુદ્દામાલ પાસે પકડી પાડી નવ ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.*

Wed Jun 17 , 2020
Sharing is caring!   *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. […]

You May Like

Breaking News