અમરેલી શહેરમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં સરકારી ક્વાર્ટર્સમાં ચોરી કરતા ઇસમને કોમ્‍પ્યુટરના મોનીટર તથા રોકડ રકમ સહિત કિં.રૂ.૮,૩૦૦/- ના મુદ્દામાલ પાસે પકડી પાડી નવ ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.*

Sharing is caring!

 

*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા ચોક્કસ માહિતી મેળવી *અમરેલી શહેરમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં સરકારી ક્વાર્ટર્સમાં* ચોરીઓ કરતા ઇસમને ઝડપી લઇ ચોરીઓમાં ગયેલ રોકડ રકમ તથા કોમ્‍પ્‍યુટરના મોનીટર સહિતનો મુદ્દામાલ રીકવર કરી *સુખનિવાસ કોલોનીમાં થયેલ નવ ચોરીઓ* નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

*પકડાયેલ આરોપીનું નામ, સરનામું :-*
રઘુવીર અશોકભાઇ વાળા, ઉ.વ.૨૧, ધંધો-ખેતી, રહે.ટીંબલા, તા.જિ.અમરેલી

*આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ :-*
1️⃣ રોકડા રૂ.૬,૩૦૦/-
2️⃣ કોમ્પ્યુટરનુ મોનીટર કાળા કલરની બોડી વાળુ વીપ્રો કંપનીનુ AOC 177 V મોડલનુ કિ.રૂ.૨,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૮,૩૦૦/- નો મુદ્દામાલ*
*આરોપીનો ગુનાહિત ઇતીહાસ અને એમ.ઓ. :-*
આ કામના આરોપીએ અમરેલી જે.એન.મહેતા પોલીટેકનીકમાં મિકેનીકલમાંં ડીપ્લોમા એન્‍જિનીયરીંગમાંં એક વર્ષ અભ્યાસ કરેલ તેમાં નાપાસ થયેલ. તે પછી એલ.ડી.ધાનાણી અમરેલી કોલેજમાં આર્ટસમાં એક વર્ષ અભ્યાસ કરેલ જેમા પણ નાપાસ થયેલ. બાદ પોતાના ગામથી અમરેલી કોલેજ કરવાના બહાને આવતો અને આ સમય દરમ્‍યાન અમરેલીમાં જુદા જુદા વિસ્‍તારમાં રખડતો. મોજ-શોખ પુરા કરવા માટે તેને ચોરી કરવાના વિચાર આવેલ અને અમરેલીમાંં આવેલ સુખનિવાસ કોલોનીમાં સીસીટીવી કેમેરા ન હોવાથી અને બપોરના સમયે કોલોનીમાં માણસોની અવર જવર ઓછી હોવાથી છેલ્લા નવેક માસ દરમ્યાન કોલોનીના કવાર્ટરમાં નવ ચોરીઓ અને ચોરી કરવાની કોશીશ કરેલ. આરોપી પોતાની સાથે કોલેજ જવા માટેની કીટ બેગ રાખતો જેમા એક સળીયો સાથે રાખતો, જે સળીયાથી કવાર્ટરના દરવાજાનો નકુચો તોડી ચોરી કરતો હતો. સુખનિવાસ કોલોનીમાં થયેલ ચોરી અંગે *અમરેલી શહેર પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૦૦૦૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦* મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે.

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન તળે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર કલ્પેશ પ્રજાપતિ અમરેલી
સાથે અજય વરિયા બગસરા

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી શહેરની ખુબ જ કકિંમતી સરકારી જમીન અને મમલ્ કતો પોતાના ખાતે દાખલ કરાવવા કાવત્રુ ઘડી સરકારશ્રી સાથે છેતરપીંડી કરવાની કોશીશ કરતા ઇસમો સામે ગુનો નોંધાયો.’’

Wed Jun 17 , 2020
Sharing is caring!    ‘‘અમરેલી શહેરની ખુબ જ કકિંમતી સરકારી જમીન અને મમલ્ કતો પોતાના ખાતે દાખલ કરાવવા કાવત્રુ ઘડી સરકારશ્રી સાથે છેતરપીંડી કરવાની કોશીશ કરતા ઇસમો સામે ગુનો નોંધાયો.’’ અરજીની હકીકતઃ- અરજદાર વલીભાઇ સુલેમાનભાઇ મેતર, રહે.ગોદાલનગર, તા.જજ.વલસાડ, મળુ રહ.ેઅમરેલી વાળાના કુલ મુખત્યાર (૧) યુસુફભાઇ ઇસ્ માઇલભાઇ મોતીવાલા તથા (ર) […]

You May Like

Breaking News