*સોડવદરા વાડી વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૫૧ બોટલ નંગ- ૬૧૨ કિ.રૂ. ૧,૮૩,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

Sharing is caring!

*સોડવદરા વાડી વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૫૧ બોટલ નંગ- ૬૧૨ કિ.રૂ. ૧,૮૩,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન *પોલીસ કોન્સ કુલદિપસિંહ જુવાનસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે* સોડવદરા ગામના ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો મનુભાઇ પરમાર એ સોડવદરા ગામે આવેલ વાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂ નો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન *ભારતીય બનાવટ નો EPISODE CLASSIC WHISKY- 750 ML ની બોટલ નંગ-૬૧૨ કિ.રૂ.૧,૮૩,૬૦૦/-ની ઇગ્લીશ દારૂની બોટલો* મળી આવતા ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો મનુભાઇ પરમાર રહે. સોડવદરા તા.જી.ભાવનગર વિરૂધ્ધ્માં વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

*આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામ ભાઇ ગોહિલ તથા કુલદિપસિંહ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમા તથા ડ્રા.પો. કો હારિતસિંહ ગોહિલ તથા મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.*

રિપોર્ટ:  કલ્પેશ પ્રજાપતિ સાથે વિપુલ મકવાણા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ચિત્રા મેલડી માતાજીના મંદિર પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૦ બોટલ નંગ- ૧૨૦ કિ.રૂ. ૩૬,૦૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Fri Jun 19 , 2020
Sharing is caring!*ચિત્રા મેલડી માતાજીના મંદિર પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૦ બોટલ નંગ- ૧૨૦ કિ.રૂ. ૩૬,૦૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ […]

You May Like

Breaking News