ચિત્રા મેલડી માતાજીના મંદિર પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૦ બોટલ નંગ- ૧૨૦ કિ.રૂ. ૩૬,૦૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sharing is caring!

*ચિત્રા મેલડી માતાજીના મંદિર પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૦ બોટલ નંગ- ૧૨૦ કિ.રૂ. ૩૬,૦૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગ ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મિલ્ટ્રી સોસાયટીના નાકા પાસે આવતા પોલીસ કોન્સ અરવિંદભાઇ બારૈયા ને બાતમીરાહે હકિકત મળેલ કે નયનાબેન ઉર્ફે નનુબેન જયંતિભાઇ બારૈયા એ ચિત્રા મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પાણીના ટાંકામાં ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો EPISODE CLASSIC WHISKY-750 ML ની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/-ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા નયનાબેન ઉર્ફે નનુબેન જયંતિભાઇ બારૈયા રહે. ચિત્રા ભાવનગર વાળા વિરૂધ્ધ્માં બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

*આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. ભૈપાલસિંહ ચુડાસમા તથા રાજપાલસિંહ સરવૈયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા પોલીસ કોન્સ જયદિપસિંહ ગોહિલ તથા અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા.હેડ કોન્સ. પ્રદયુમનસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.*

Leave a Reply

Your email address will not be published.

Next Post

વલ્લભીપુર તાબેના લુણઘરા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૨૧ બોટલ નંગ- ૧૪૫૨ કિ.રૂ. ૪,૩૫,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sat Jun 20 , 2020
Sharing is caring!*વલ્લભીપુર તાબેના લુણઘરા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૨૧ બોટલ નંગ- ૧૪૫૨ કિ.રૂ. ૪,૩૫,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર […]

You May Like

Breaking News