વલ્લભીપુર તાબેના લુણઘરા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૨૧ બોટલ નંગ- ૧૪૫૨ કિ.રૂ. ૪,૩૫,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sharing is caring!

*વલ્લભીપુર તાબેના લુણઘરા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૨૧ બોટલ નંગ- ૧૪૫૨ કિ.રૂ. ૪,૩૫,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોને કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ વજુભા ગોહિલને બાતમી રાહે હકિકત મળેલ કે વલ્લભીપુર તાબેના પાણવી ગામથી આગળ લુણઘરા ગામની સીમમાં બોટાદ જીલ્લા ના કેરીયા ગામના *સુરેશભાઇ ભુપતભાઇ ડોડીયા* એ પોતાની વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થોસગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો *EPISODE CLASSIC WHISKY-750* ML ની બોટલ નંગ-૧૪૫૨ કિ.રૂ.૪,૩૫,૬૦૦/-ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા સુરેશભાઇ ભુપતભાઇ ડોડીયાને સદરહું દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો *બરવાળા એસ.ટી.બસ સ્ટેશન પાસે રહેતા દોલાભાઇ બાઘાભાઇ મોરી* મુકી ગયેલાનું જણાવતા મજકુર બંન્ને ઇસમો વિરૂધ્ધ્માં વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી),૮૧ મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

*આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા કુલદિપ સિંહ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમા તથા ડ્રા.પો.કો બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.*

Leave a Reply

Your email address will not be published.

Next Post

વરતેજ રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૧ તાથ બીયર ટીન નંગ- ૧૧૧ કિ.રૂ. ૪૦,૦૨૦/-નો મુદામાલ પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sat Jun 20 , 2020
Sharing is caring!*વરતેજ રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૧ તાથ બીયર ટીન નંગ- ૧૧૧ કિ.રૂ. ૪૦,૦૨૦/-નો મુદામાલ પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે […]

You May Like

Breaking News