*તા.૨૦/૦૬/૨૦૨૦* *છેલ્લા છ માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

Sharing is caring!

 

*અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ જેલમાંથી ફરાર કેદીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ* તથા *પો.સબ.ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે ભરણપોષણના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદી સાગરભાઇ ભનુભાઇ બેરડીયા રહે.રાજુલા વાળાને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ કચેરી દ્રારા તા.૦૬/૧૨/૨૦૧૯ થી દિન-૦૫ ની પેરોલ રજા ઉપર હોય અને મજકુર કેદીને તા.૧૨/૧૨/૧૯ ના રોજ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી જેલ ખાતે સમયસર હાજર ન થઇ ફરાર રહેલ જે મજકુર ફરાર કેદીને ચોક્કસ બાતમી હકિકત રાહે સુરત મુકામેથી પકડી પાડેલ છે.
*પકડાયેલ આરોપીઃ-* *પાકા કામના કેદી સાગરભાઇ ભનુભાઇ બેરડીયા રહે. મુળ-રાજુલા, મહુવા જકાતનાકા પાસે તા.રાજુલા જી.અમરેલી હાલ-સુરત, ન્યુ બોમ્બે માર્કેટ, પુણા ગામ રોડ* વાળાને તા.૧૯/૦૬/૨૦૨૦ ના રોજ ચોક્કસ બાતમી આધારે સુરત મુકામેથી પકડી પાડી મજકુર કેદીનો કોરોના વાયરસ લગત સરકારી હોસ્પીટલ ખાતે કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવી બાકી રહેલ સજા કાપવા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ. *આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા છ માસથી જેલમાંથી પેરોલ રજા પર આવ્યા બાદ ફરાર રહેલ કેદીને પકડી પાડેલ છે.*

રિપોર્ટર:- નિલેશ માળવી સાથે વિપુલ મકવાણા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

વલસાડ ના કુંડી 'ચોકડી' નજીક આવેલી હોટલ શિવ ગેલેક્ષી માં વલસાડ ના મનોજ સોની  સહિત11 ઈસમો ને પોલીસે રંગેહાથ ઝડપી લીધા

Sun Jun 21 , 2020
Sharing is caring!વલસાડ ના કુંડી ‘ચોકડી’ નજીક આવેલી હોટલ શિવ ગેલેક્ષી માં વલસાડ ના મનોજ સોની  સહિત ચંડાળ ‘ચોકડી’ લાખ્ખો નો જુગાર રમતા હતા ! વલસાડ નજીક આવેલ ડુંગરી હાઇવે સ્થિત શિવ ગેલેક્સી નામની હોટલ માં ચાલી રહેલા એક હાઇ પ્રોફાઇલ જુગરધામ પકડાયું છે, જેમાં લાખો નો મુદ્દામાલ પણ પોલીસે […]

You May Like

Breaking News