વલસાડ ના કુંડી ‘ચોકડી’ નજીક આવેલી હોટલ શિવ ગેલેક્ષી માં વલસાડ ના મનોજ સોની  સહિત11 ઈસમો ને પોલીસે રંગેહાથ ઝડપી લીધા

Sharing is caring!

વલસાડ ના કુંડી ‘ચોકડી’ નજીક આવેલી હોટલ શિવ ગેલેક્ષી માં વલસાડ ના મનોજ સોની  સહિત ચંડાળ ‘ચોકડી’ લાખ્ખો નો જુગાર રમતા હતા !

વલસાડ નજીક આવેલ ડુંગરી હાઇવે સ્થિત શિવ ગેલેક્સી નામની હોટલ માં ચાલી રહેલા એક હાઇ પ્રોફાઇલ જુગરધામ પકડાયું છે, જેમાં લાખો નો મુદ્દામાલ પણ પોલીસે ઝબ્બે કરી હોવાની વિગતો જાણવા મળી છે આ જુગાર માં વલસાડ નો મનોજ સોની નામનો વેપારી સહિત 11 ઈસમો ને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે , મનોજ સોની સોનુ લઈને વ્યાજે પૈસા ફેરવતો હોવાનું કહેવાય છે આ ઈસમ જે ગરજવાન પાસે પૈસા ન હોય તો વ્યાજ વધી જતાં કિંમતી ઘરેણાં હડપ કરી લેતો હોવાનુ કહેવાય છે, જેને શોર્ટકટ પૈસા ભેગા કરવાનો ચસ્કો લાગતા ગેરકાયદે રીતે જુગાર રમતા પોલીસે દબોચ્યો છે અને તેની સાથે અન્ય ઈસમો પણ પકડાયા છે પોલીસે આ જુગાર ધામ કેટલા સમય થી ચાલતું હતુ અને લાખો ની હારજીત થતી હોય કેટલી રકમ અત્યારસુધી ફરી છે જેની તપાસ થશે, ડુંગરી પોલીએ કરેલી રેડ માં
જયેશ પટેલ માજી સરપંચ અને તાલુકા સભ્ય અને હાલ ના તાલુકા સભ્યો ના પતિ હોવાની વિગતો જાણવા મળી છે.
કુંડી ચોકડી નજીક આવેલ હોટલ શિવ ગેલેકસી માં જુગારધામ પકડતા હોટલ વિવાદ માં આવી છે
જુગાર રમતા સર્વદય જવેલર્સ ના મનોજ સોની સાથે 11 ઈસમોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
શિવ ગેલેક્સી નાં રૂમ માં જુગાર રમતા 11 લોકોની ડુંગરી પોલીસે દબોચ્યા છે. હોટેલ માલિક દીપક રામપ્રકાશ ગુપ્તા સાથે કુંડી ગામના માજી સરપંચ જયેશ પટેલ, વલસાડ ના વેપારી મનોજ ઠાકોરભાઈ સોની સહિત અન્યો લાખ્ખોના મુદ્દામાલ સાથે અટકાયત કરાતા વલસાડ માં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

*છેલ્લા ૪ વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલ માંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ ખુન કેસમાં કાચા કામના કેદીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Mon Jun 22 , 2020
Sharing is caring!   અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર કેદીઓ/પેરોલ જમ્પ થયેલ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંઘાને *એસ.ઓ.જી.* *પો. […]

You May Like

Breaking News