*છેલ્લા ૪ વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલ માંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ ખુન કેસમાં કાચા કામના કેદીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Sharing is caring!

 

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર કેદીઓ/પેરોલ જમ્પ થયેલ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંઘાને *એસ.ઓ.જી.* *પો. સ. ઈ. શ્રી એમ.એ.મોરી* નાઓની રાહબરી હેઠળ *એસ.ઓ.જી.ટીમ* દ્વારા ચોક્કસ અને આઘારભુત બાતમી આધારે રાજુલા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૧૭/૨૦૧૩ IPC કલમ-૩૦૨, ૫૦૬(૨), ૩૪ મુજબનાં ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કાચા કામના કેદીને ચોક્કસ અને આઘારભુત બાતમી આઘારે રાજુલા પો.સ્ટે. વિસ્તારનાં ભચાદર ગામેથી ઝડપી પાડેલ છે.

પકડાયેલ કેદીની વિગત

રાજુલા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૧૭/૨૦૧૩ IPC કલમ-૩૦૨, ૫૦૬(૨), ૩૪ મુજબનાં ગુન્હા કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કાચા કામના કેદી જોરૂભાઇ નાનાભાઇ ઘાખડા, ઉવ.-૪૬, રહે.ભચાદર, તા.રાજુલા, જી.અમરેલી વાળાએ નામદાર ગુજરાત હાઇકોર્ટનાં ક્રીમીનલ મીસ. એપ્લીકેશન નંબર-૯૫૧૨/૨૦૧૬ તા.૨૨/૪/૨૦૧૬ નાં આદેશ અનુસાર તા.૨૭/૦૪/૨૦૧૬ થી તા.૦૩/૦૫/૨૦૧૬ સુઘીનાં એક અઠવાડીયા સુઘી વચગાળાનાં જામીન મંજુર થયેલ હતા આ કામે મજકુર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે થી તા.૨૪/૦૪/૨૦૧૬ થી જેલ મુકત થયેલ હતા અને મજકુર કેદીએ વઘુ એક વિક સુઘીની પેરોલ નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી મંજુર થતા તેઓને તા.૧૦/૦૫/૨૦૧૬ નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ મજકુર કેદી હાજર થયેલ ન હતો અને પેરોલ રજા પરથી ફરાર થયેલો હતો.
પકડાયેલ કેદી
જોરૂભાઇ નાનાભાઇ ઘાખડા, ઉવ.-૪૬, રહે.ભચાદર, તા.રાજુલા, જી.અમરેલી ને આજરોજ ચોક્કસ બાતમીનાં આધારે પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાનો હોય પરંતુ હાલમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે દાખલ થયેલ PIL.નં.-૪૨/૨૦૨૦ નાં કામે નામદાર ગુજરાત હાઈકોર્ટતા.૨૭/૩/૨૦૨૦ નાં રોજ કરેલ હુકમ મુજબ આરોપી કેદીને જયારે જેલ ખાતે સોંપવાનો હોય તે પહેલા આરોપી / કેદીનો કોરોના વાયરસ સબબ ( RT-PCR) કરાવેલ હોય, અને કોરોના રિપોર્ટ આવવા પર બાકી હોય, જેથી મજકુર કેદીને યોગ્ય જાપ્તા સાથે જેલ અધિક્ષક જીલ્લા જેલ અમરેલી ખાતે સોંપી આપેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ
એસ.ઓ.જી.* *પો.સ.ઈ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમને* વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર:-નિલેશ માળવી સાથે ભાવેશ વાઘેલાઅમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

યાત્રા ધામ અંબાજી મા રાધે કુષણ મંદિર ખાતે રથયાત્રા નો ઉત્સવ માણવામા આવ્યો

Tue Jun 23 , 2020
Sharing is caring!યાત્રા ધામ અંબાજી મા રાધે કુષણ મંદિર ખાતે રથયાત્રા નો ઉત્સવ માણવામા આવ્યો દર વર્ષે અષાઢ સુદ બીજ ના દિવશ ભારત દેશ ના દરેક ગામો મા ભગવાન જગન્નાથ પુરી ની રથયાત્રા નીકળવામાં આવે છે પણ હાલ મા ચાલી રહેલી કોરોના વાઈરસ ની મહામારી ના કારણે આ વર્ષે ઘણા […]

You May Like

Breaking News