ફતેગઢ ગામના ઐતિહાસિક બળાસર તળાવને ઊડુ કરી તેમાં પાણી લાવવા બાબતે જીજ્ઞેશ મેવાણી એ ખેડૂતો સાથે કરી મીટીગ

Sharing is caring!

બનાસકાંઠા …….છાપી

ફતેગઢ ગામના ઐતિહાસિક બળાસર તળાવને ઊડુ કરી તેમાં પાણી લાવવા બાબતે જીજ્ઞેશ મેવાણી એ ખેડૂતો સાથે કરી મીટીગ…..

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ફતેગઢ ગામે આવેલ ઐતિહાસિક તળાવ માં પાણી લાવવા બાબતે લડતા ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી એ ફરી એકવાર આ પાણીના મુદ્દે લોકો માં હુફ ફુકવાનુ કામ કર્યું છે અગાઉ પણ બળાસર તળાવ ની મુલાકાત લઇ પ્રેકટીકલી પાણી કેવી રીતે લાવી શકાય તે મુદ્દે ખેડૂતો સાથે અને ગામના લોકો સાથે ચર્ચા કરાઈ હતી ગામ તથા આજુબાજુના તમામ લોકોની પણ પ્રબળ માંગ ને સર્મર્થન કરતાં આજ રોજ ફરીથી ફતેગઢ ગામે એવી.એસ.ફાર્મ ખાતે આજુબાજુના ખેડૂતો, યુવાનો,સરપંચ શ્રીઓ અને સમાજ ના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી તથા આજુબાજુના તમામ ગામોમાં આ બાબતે સજાગતા લાવવા માટે ગામમાં એક કમિટી બનાવી લોકોને આ મુદ્દે વધું પ્રબળ બનાવવાની ચર્ચા કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, તથા સમાજના અગ્રણીઓ એ હાજરી આપી હતી. પસવાદળ તાલુકા પંચાયત ના ડેલીગેટ,લક્ષ્મણ ભાઈ ભટોળ તથા ધારેવાડા,માનપુરા,માહી કોટડી તથા ફતેગઢ ગામના સરપંચ, તથા ફતેગઢ ગામની બળાસર કમીટી ના પ્રમુખ અબ્દુરહેમાનભાઈ, ઉપ પ્રમુખ નાંનજીભાઈ પરમાર,વીરાભાઈ ચૌહાણ, પોપટભાઈ પરમાર, સતીષભાઈ જોશી, મોહનભાઈ મકવાણા,મેવાભાઈ રાવળ,તથા આ ગામના જાગ્રુત નાગરિક અને પત્રકાર પ્રદિપ પરમાર પણ હાજર રહ્યા હતા તેમજ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સોસિયલ ડિસ્ટન્સ તથા મોઢે માસ્ક બાધી કોરાના વાયરસ થી પણ બચી શકાય તે પ્રમાણે મિટીગ કરાઈ હતી. આગામી સમયે આ મુદ્દે સરકાર સમક્ષ વર્ષો જુની માંગણી નું કાયમી નિરાકરણ લાવી સરકારશ્રી ના “સૌનો સાથ સૌનો વિકાસ”સુત્ર ને સરકાર પોતેજ સાર્થક કરી બતાવે તેવી માંગ સાથે આદોલન પણ કરવાની ખેડૂતોએ તૈયારી બતાવી હતી.

અહેવાલ :-પ્રદિપ પરમાર

Leave a Reply

Your email address will not be published.

Next Post

નવસારી જિલ્લામાં આજે ૩ કેસ વાંસદામાં તાલુકા માં ૧,ચીખલી તાલુકામાં ૨ મળી ને ટોટલ ૩ કેસ કોરોના રિકવર વચ્ચે ફરી નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ એ માથું ઊંચક્યું.

Wed Jun 24 , 2020
Sharing is caring!કોરોના બ્રેકિંગ ન્યુઝ નવસારી જિલ્લામાં આજે ૩ કેસ વાંસદામાં તાલુકા માં ૧,ચીખલી તાલુકામાં ૨ મળી ને ટોટલ ૩ કેસ કોરોના રિકવર વચ્ચે ફરી નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ એ માથું ઊંચક્યું. વાંસદા તાલુકાના સીણધઇ ગામના ૩૫ વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ સુરત ઉપ ડાઉન કરતો હતો ચીખલી તાલુકાના સારવણી ગામના […]

You May Like

Breaking News