સાવરકુંડલાની ત્રણ વર્ષની સગીરવયની બાલિકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીના ડી.એન.એ. સેમ્‍પલ મેચ થતાં કેસ વધુ મજબુત બન્યો

Sharing is caring!

 

ગુન્‍હાની વિગત

સાવરકુંડલાની ૦૩ વર્ષની સગીર વયની બાળકીને રાત્રિ દરમિયાન ફરિયાદીના રહેણાકના ઝુપડેથી સુતેલ હાલતમા ઉઠાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી, ઓટોરીક્ષામા લઇ જઇ ભોગબનનાર બાળકી સાથે બળજબરીથી બળાત્કાર/સૃષ્ટી વિરૂધ્ધનું દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય, જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્‍ધ *સાવકુંડલા ટાઉન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬-એ, બી, ૩૭૭ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૦* મુજબનો ગુન્હો તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ રજી. થયેલ. જે ગુન્‍હાની તપાસ શ્રી.આર.આર.વસાવા, પોલીસ ઇન્‍સ. સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. દ્વારા હાથ ધરવામાં આવેલ.

અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન તળે *અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી. તથા અને સાકુંડલા ટાઉન પો.સ્‍ટે.ની ટીમોએ સખત મહેનત કરી, ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી ગુન્‍હો ડીટેક્ટ કરેલ.

આરોપીની વિગત
રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઇ માંગરોળીયા, ઉ.વ.૩૫, રહે.સાવરકુંડલા, રેલ્વે સ્ટેશન પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી

તપાસ દરમ્‍યાન ટેક્નીકલ અને વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ એકત્રિત કરાયા
અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ના સતત મોનીટરીંગ તથા *ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *તપાસ કરનાર શ્રી.આર.આર.વસાવા* તથા *સાવરકુંડલા ટાઉન પોલીસ* દ્વારા ટેક્નીકલ અને વૈજ્ઞાનિક પધ્ધતિથી પૂરાવાઓ એકત્રિત કરવામાં આવેલ. જેમાં
1️⃣ આરોપીએ ગુન્હો કરવામા ઉપયોગમાં લીધેલ ઓટોરીક્ષાનું FSL અધિકારીશ્રીએ કરેલ પરીક્ષણ દરમિયાન તે ઓટોરીક્ષામાંથી બ્લડ તથા વીર્યની હાજરી મળી આવેલ જે જરૂરી નમૂના સરકારી પંચો રૂબરૂ કબ્જે કરવામા આવેલ.
2️⃣ મેડીકલ ઓફિસરશ્રીએ આરોપી અને ભોગબનનારની મેડીકલ તપાસણી કરી લીધેલ નમુનાઓ / સેમ્‍પલ એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલવામાં આવેલ.
3️⃣ આરોપી અને ભોગ બનનારના કપડાં એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલવામાં આવેલ.

એફ.એસ.એલ. ગાંધીનગરથી ડી.એન.એ. રીપોર્ટ આવતાં આરોપીનો ડી.એન.એ. ટેસ્‍ટનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેમાં
1️⃣ આરોપીના શર્ટ, ગમછો (રૂમાલ) તથા ઓટોરીક્ષામાંથી મળી આવેલ બ્લડ ભોગ બનનારનું જણાઇ આવેલ છે.
2️⃣ ઓટોરીક્ષામાંથી મળી આવેલ વીર્ય આરોપીનું હોવાનું જણાઇ આવેલ છે.

આમ, ડી.એન.એ.ટેસ્‍ટનો રીપોર્ટ પોઝીટીવ આવતાં કેસ વધુ મજબુત બન્યો છે.

આમ, પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ તપાસ દરમ્‍યાન સજ્જડ પુરાવાઓ મેળવવામાં આવેલ છે અને તપાસ કરનાર અધિકારીશ્રી દ્વારા આરોપી વિરૂધ્‍ધ માત્ર ૩૦ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી સ્પેશ્યલ પોક્સો કોર્ટ, અમરેલી ખાતે સબમીટ કરવામાં આવેલ છે.
રિપોર્ટર નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Thu Jun 25 , 2020
Sharing is caring!*પ્રેસનોટ* *તા.૨૫/૦૬/૨૦૨૦* *છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* 💫 *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ […]

You May Like

Breaking News