છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Sharing is caring!

*પ્રેસનોટ*
*તા.૨૫/૦૬/૨૦૨૦*

*છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

💫 *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* તથા *પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના* માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા *સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૧/૧૯ IPC ૩૬૩ વિ.* મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ છે.

💫 *ગુન્હાની વિગતઃ-* આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય અને આજદિન સુધીની તપાસ દરમ્યાન આરોપીનું નામ ખુલવા પામેલ ન હોય જે અંગે ભોગબનનારનું અપહરણ કરનાર આરોપીની હકિકત મેળવી અનડીટેકટ ગુન્હો હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડી ગુન્હો ડીટેકટ કરેલ.

💫 *પકડાયેલ આરોપીઃ-* *વિપુલભાઇ પ્રેમજીભાઇ જેજરીયા (કોળી) ઉ.વ.૩૧ ધંધો-હિરા ઘસવાનો રહે.મુળ-ઉમરગઢ તા.ધંધુકા જી.અમદાવાદ* વાળાને *ભોગબનનાર રૂપાબેન ડો/ઓ મનુભાઇ કનુભાઇ ચારોલા ઉ.વ.આશરે-૧૮ ધંધો-ઘરકામ રહે.ગરમલી ચરખા તા.ધારી જી.અમરેલી હાલ- ઉમરગઢ તા.ધંધુકા જી.અમદાવાદ* વાળી સાથે તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી મહિલા પોલીસ સ્ટેશનને સોપી આપેલ

💫 *આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ.*

રીપોર્ટ.અરમાન ધાનાણી સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી ના ધારી ગામે મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી જીવાંત પડેલ કોહવાઈ ગયેલી અજાણી મહિલાની લાશ મળી

Thu Jun 25 , 2020
Sharing is caring!અમરેલી ના ધારી ગામે મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી જીવાંત પડેલ કોહવાઈ ગયેલી અજાણી મહિલાની લાશ મળી મૃતદેહ પેનલ પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના, ઓળખ મેળવા પોલીસની મથામણ —————————————- ધારી ખોડીયાર ડેમના પાયલોન સામે આવેલ મામલતદાર કચેરી પાછળ પાંચસો મિટર દૂર એક વાડી પાસેથી પસાર થતા […]

You May Like

Breaking News