અમરેલી ના ધારી ગામે મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી જીવાંત પડેલ કોહવાઈ ગયેલી અજાણી મહિલાની લાશ મળી

Sharing is caring!

અમરેલી ના ધારી ગામે મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી જીવાંત પડેલ કોહવાઈ ગયેલી અજાણી મહિલાની લાશ મળી

મૃતદેહ પેનલ પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના, ઓળખ મેળવા પોલીસની મથામણ
—————————————-

ધારી ખોડીયાર ડેમના પાયલોન સામે આવેલ મામલતદાર કચેરી પાછળ પાંચસો મિટર દૂર એક વાડી પાસેથી પસાર થતા રેલ્વેટ્રેકની બાજુમાં ખોદેલ ખાઈમાંથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલી બદબુ મારતી લાસ મળી આવતા પોલીસ મૃતકની ઓળખ મેળવવા મથામણ કરી રહી છે
કિશાનસંઘ વાળા વેકરીયાપરાના રહીશ લાલજીભાઈ વેકરીયાની ભાગવી રાખેલ વાડી નજીક રેલ્વેટ્રેક પડખે ઉંડા ખાડામાં બદબુ પ્રસરતા લાલજીભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થળ પર પહોંચેલી પોલિસને એક ૩૦ થી ૩૫ વર્ષીય અજાણી મહિલાની કોહવાઈ ગયેલી બદબુ મારતી જીવાંત પડેલ લાસ મળી આવી હતી લાસના બન્ને હાથની આંગળીઓમાં વીટી પહેરેલ હોય, કાનમાં રીંગ, હાથમાં લાલ પ્લાસ્ટિક બંગડી, પગમાં કાળો દોરો, બ્લૂ લેગીઝ અને કાળો ડ્રેસ પહેરેલ હોય મૃતદેહના ચહેરા પરથી ચામડીનો ખોભળો નિકળી ગયેલ હોય અને ખોપરી પણ બહાર આવી ગઈ હતી નાક ફાડી નાંખે તેવી તીવ્ર બદબુદાર લાસને પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના કરી દેવામાં આવી છે.
આ અંગે આ બીનાના તપાસ કરતા ફોજદાર એન.એ.વાઘેલા એ જણાવ્યું હતું કે મૃતદેહ ચાર દિવસ જૂનો હોય શકે તેમજ મૃતદેહના પેટના ભાગે બે પંક્ચર જોવા મળ્યા છે જેમાં જીવાંતનું અતિસંક્રમણ જણાયું હતું

રીપોર્ટ.અરમાન ધાનાણી સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

વલસાડ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે... તિથલ દરિયાકિનારે હાલ તંત્ર દ્વારા કોઇપણ વ્યક્તિને જવાની મનાઈ હોવાં છતાં સેંકડોની સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા

Fri Jun 26 , 2020
Sharing is caring!વલસાડ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે… તિથલ દરિયાકિનારે હાલ તંત્ર દ્વારા કોઇપણ વ્યક્તિને જવાની મનાઈ હોવાં છતાં સેંકડોની સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા… પોલીસ બંદોબસ્ત ફક્ત પેપરના પાનેજ હોઇ એવું આજ રોજ હકીકતમાં જોવા મળ્યું… થોડી નજરચૂક અને એક પરિવાર હતોની સુચીમા આવી ગયો હોત… કોરોના મહામારીને […]

You May Like

Breaking News