બોરતળાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sharing is caring!

*બોરતળાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

ભાવનગર રેન્જ ભાવનગરના મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા અને ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ઓ પકડી લેવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન લાલ ટાંકી પાસે આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ભાવનગર *બોરતળાવ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૨૭૫/૨૦૧૯ પ્રોહી કલમ- ૬૫એઇ.૧૧૬(બી),૮૧,૯૮(ર)* મુજબના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી *જયેશ ઉર્ફે જે.જે. વલ્લભ રાઠોડ* મેપાનગર રેલ્વે હોસ્પીટલ પાછળ પાણીની ટાંકી પાસે ભાવનગર ઉપર ઉભો છે. જેથી તુરતજ તે સ્થળ ઉપર જઇ મજકુર બાતમી વાળો ઇસમ મળી આવતા તેનું નામ સરનામુ પુછતા પોતે પોતાનું નામ જયેશ ઉર્ફે જે.જે. વલ્લભભાઇ રાઠોડ ઉવ.૨૯ રહે. ભાવનગર દેસાઇનગર ઝવેરભાઇની વાડી શેરી નંબર-૦૩ વાળો હોવાનું જણાવે છે. મજકુરની પુછપરછ કરતા પ્રોહીના ગુન્હાઓમાં નાસ્તો ફરતો હોય અને તેની તે ગુન્હામાં અટકાયત કરવાની બાકી છે. જેથી બોરતળાવ પોલીસ સ્ટેશનના રેર્કડ ઉપર આત્રી કરતા મજકુરને પકડાનો બાકી હોય તેની વિરૂધ્ધમાં ઘોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે પોલીસ ઇન્સ. શ્રી. બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર ને સોપી આપેલ છે.

*આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ તથા મહિપાલસિંહ ગોહિલતથા રાજપાલસિંહ સરવૈયા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.*

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગરબાડામાં વીજ થાંભલા ઉપર ચઢીને ખજુરા પાડવા જતાં અકસ્માતે માથું વીજ લાઇનને અડી જતાં વીજ કરંટ લાગતા ૧૫ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે મોત

Mon Jun 29 , 2020
Sharing is caring!ગરબાડામાં વીજ થાંભલા ઉપર ચઢીને ખજુરા પાડવા જતાં અકસ્માતે માથું વીજ લાઇનને અડી જતાં વીજ કરંટ લાગતા ૧૫ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે મોત   દાહોદ જિલ્લાના ગરબાડાના નવાગામ ફળીયામાં રહેતી ૧૫ વર્ષીય બાળકીને ગરબાડાની ખરોડ નદી કિનારે આવેલ રામદેવપીરના મંદિર પાસે વીજ થાંભલા ઉપર વીજ કરંટ લાગતા બાળકીનું ઘટનાસ્થળે […]

You May Like

Breaking News