બુઘેલ ગામના રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૦૮ બોટલ નંગ-૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/-નો મુદામાલ પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

Sharing is caring!

 

ભાવનગર રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસોને કોવીડ-૧૯ મહામારી બંદો બસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગ ફરવાની સુચના કરેલ

આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન *પોલીસ કોન્સ સંજયભાઇ ચુડાસમા* ને બાતમીરાહે હકિકત મળેલ કે બુઘેલ જુના વરતેજ રોડ રામદેવનગર પ્લોટ નં- ૪૪૬માં રહેતા ચેતન ઉર્ફે એકકો રણછોડભાઇ ગોહેલ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો EPISODE CLASSIC WHISKY- 750 ML ની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-નો મુદામાલ મળી આવતા આ દારૂ કયાંથી લાવેલ તે બાબતે મજકુરની પુછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો હર્ષદભાઇ નરેશભાઇ ડાભી રહે. પ્લોટ નં-૧૭/બી બજરંગ સોસાયટી રેલ્વેકોલોની સામે હાદાનગર ભાવનગર વાળા આપી ગયેલાનું જણાવતા મજકુર બંન્ને ઇસમો વિરૂધ્ધ્માં વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી),૮૧મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. ઘનશ્યામ ભાઇ ગોહિલ તથા સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા જયરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા પોલીસ કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા ડ્રા. હેડ કોન્સ. સુરૂભા ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.
રીપોર્ટર:- નિલેશ પ્રજાપતિ સાથે સંજયભાઈ ભાવનગર

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકતાં પતિને અભયમે કરાવ્યું કાયદાનું ભાન

Tue Jun 30 , 2020
Sharing is caring!   અમરેલી નજીક ગ્રામ્ય વિસ્તાર માં રહેતી પરિણીતા સાથે જગડો કરીને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલાએ ૧૮૧ માં કોલ કરીને મદદ માગી હતી જેના પગલે ટીમ દ્રારા સમાધાન કરાવતા મહિલાનું ઘર તૂટતા બચી ગયું હતું. અમરેલી નજીક આવેલા એક ગામમાં સંતાનમાં ૪ દીકરી થતાં ૨ દીકરા […]

You May Like

Breaking News