સથરા ગામની ચોકડી પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

 

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર તેના વિરૂધ્ધમાં નોઘાયેલ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તૈયાર કરી આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો.૪૦૧,૩૪ વિગેરે મુજબનો ગુન્હો અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ,

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારો તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાલન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં સથરાગામ પાસે આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, અલંગ મરીન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન-૧૧/૨૦૨૦ ઇ.પી.કો.૪૦૧,૩૪વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી અજય વિક્રમ ચૈાહાણ રહે. સરતાનપર તા. તળાજા વાળો સથરા ગામની ચોકડી પાસે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા *અજયભાઇ ઉર્ફે ડેડુ વિક્રમભાઇ ચૈાહાણ રહે. સરતાનપર ગામ અગરીયા શેરી તા. તળાજા જી.ભાનગર* વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુન્હાની કબુલાત કરતા પોતે આ ગુન્હામાં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ.જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે CRPC કલમ ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન.૧૧/૨૦૨૦ ઇ.પી.કો. -૪૦૧,૩૪ વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય આગળની કાર્યવાહી કરવા અલંગ મરીન પોલીસ સ્ટેશન સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા પો.કો. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા. પો.કો. બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતા.

રિપોર્ટ નિલેશ પ્રજાપતિ અમરેલીસાથે સંજય ભાવનગર

Leave a Reply

Your email address will not be published.

Next Post

રાજુલા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી ૩ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૮૨,૮૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

Thu Jul 2 , 2020
Sharing is caring!   અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૧/૦૭/૨૦૨૦ ના રોજ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી […]

You May Like

Breaking News