હિંમતનગર કાટવાડ ગામે મો.સા. તથા મોબાઇલ ફોન ચોરીના અનડીટેકટ ગુન્હામાં એક આરોપીને ચોરીમાં ગયેલ મો.સા. તથા મોબાઇલ સાથે પકડી ઇડર પો.સ્ટે. તથા ખેડબ્રહ્મા પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરીએ ગયેલ મો.સા. નંગ-૨ મળી કુલ રૂ.૭૮,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી કુલ-૩ વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sharing is caring!

 

સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર કાટવાડ ખાતે તા.૧૬/૦૬/૨૦૨૦ ના રાત્રિના કલાક ૨૩/૦૦ વાગ્યાથી તા.૧૭/૦૬/૨૦૨૦ ના સવારના કલાક ૦૫/૩૦ વાગ્યાના સમય ફરીયાદીની હિરો સ્પેલ્ન્ડર મો.સા.નંબર GJ-09-DE-2361 કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ સાહેદનો ઓપો કંપનીનો મોબાઇલ કિ.રુ.૮,૦૦૦/- ની મળી કુલ કિ.રુ.૩૮,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે ગુનો શોધી કાઢવા શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, પોલીસ અધિક્ષક, સાબરકાંઠા નાઓએ આપેલ સુચના આધારે શ્રી.વી.આર.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી જે.એમ.પરમાર તથા પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા નાઓએ એ.એસ.આઇ. સંજયભાઇ તથા પો.કો. નિરીલકુમાર તથા પો.કો. વિજયકુમાર તથા પો.કો. રાજેશકુમાર તથા પો.કો. પ્રકાશકુમાર તથા પો.કો. ચંદ્રસિંહ તથા પો.કો. કાળાજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી ટેકનીકલ પાસઓ આધારે તથા ખાનગી બાતમીદારો એકટીવ કરી ગુનો શોધી કાઢવા પ્રયત્નો કરતા હતા દરમ્યાન બાતમી આધારે સાઇ મંદીર પાસે બાયપાસ ત્રણ રસ્તા ખાતેથી મો.સા. ચોરીઓ કરવાની ટેવ વાળા અજીત સાજુભાઇ ગમાર, રહે.નાડા તા.પોશીના જી.સાબરકાંઠાને સદર ગુન્હામાં ચોરીએ ગયેલ મો.સા. તથા ઓપો કંપનીના મોબાઇલ સાથે તા.૦૨/૦૭/૨૦૨૦ ના ક.૦૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(એ) મુજબ અટક કરી તેની પુછપરછ કરતા તેણે તેની પાસેથી પકડાયેલ છે. તે ઉપરોકત મુદ્દામાલ સીવાય તા.૦૫/૦૬/૨૦૨૦ ની રાત્રી દરમયાન ખેડબ્રહ્મા પાસેના લક્ષ્મીપુરા ગામેથી કરૂન્ડા ગામે જવાના રોડે ઉપર કૂવા-તબેલા પાસેથી એક યામાહા કંપની યામાહા વી.બી.આર.મો.સા.ચોરેલ તે તથા તા.૧૪/૦૬/૨૦૨૦ ના રાત્રીના સમયગાળા દરમ્યાન ઇડર પાસેના પ્રતાપુરા ગામેથી હિરો હોન્ડા ડીલક્ષ કંપનીનુ ચોરેલ તે મો.સા.ઓ વડાલી નજીકના દેલવાડા કંપા ખાતે હિરાભાઇ પરમારના ખેતરે જયાં તે ખેતમજુર તરીકે રહેતો હતો ત્યાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી તે મોટર સાયકલો બતાવતા (૧) ખેડબ્રહ્મા પો.સ્ટે.F.I.R.NO. ૧૧૨૦૯૦૨૮૨૦૦૪૮૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબ ના કામે ચોરીએ ગયેલ યામાહા કંપની યામાહા વી.બી.આર.મો.સા.નંબર જી.જે.૯.સી.ક્યુ.૯૪૦૨ એંન્જિન નંબર- 5TSK022799 ચેચીસ નંબર – ME 15 T S O K2F20 22895 કિ.રૂ.૨૦,૦૦૦/- તથા (૨) ઇડર પોલીસ સ્ટેલશન પાર્ટ-એ૧૧૨૦૯૦૨૦૨૦૦૭૭૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ના કામે ચોરીએ ગયેલ હિરો હોન્ડા ડીલક્ષ કંપનીનુ મો.સા રજી.નં.જીજે-૦૯-સીસી-૩૯૮૦ જેનો ચેચીસનં ૨૯૬૬૬ તથા એન્જી ન નં ૦૩૬૬૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ મો.સા.નંગ-૩ તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી કુલ કિ.રૂ.૭૮,૦૦૦/- નો મુદ્દામાલ જબ્બે કરી આરોપી તથા મુદ્દામાલ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોપી મો.સા. ચોરીના ત્રણ અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે.
(વી.આર.ચાવડા)
પોલીસ ઇન્સ્પેકટર
એલ.સી.બી.સાબરકાંઠા

અહેવાલ રાકેશ નાયક સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published.

Next Post

અલંગ પોલીસ સ્ટેશનના I P C ૩૦૬ ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Fri Jul 3 , 2020
Sharing is caring!   ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ […]

You May Like

Breaking News