અલંગ પોલીસ સ્ટેશનના I P C ૩૦૬ ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Sharing is caring!

 

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં મીઠીવીરડી ગામમા આવતા સાથેના *પો.કો વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કો.ઇમ્તીયાઝખાન પઠાણને* સંયુકત ખાનગીરાહે હકિકત મળેલ કે અલંગ પોલીસ સ્ટેશન ફ ગુ.ર.ન. ૫૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૦૬, ૫૦૬-(૨), ૧૧૪ મુજબના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીઓ વિપુલભાઇ વસતાભાઇ બારૈયા રહે.માલણકા તથા ગોવીંદભાઇ ધુડાભાઇ ચૌહાણ રહે.લાખણકાગામ મીઠીવીરડી ગામની નદીના પુલ ઉપર ઉભા છે. જેથી તુરતજ તે સ્થળ ઉપર જતા બાતમી વાળા ઇસમો (૧) વિપુલભાઇ ઉર્ફે ભાણો સ/ઓ વસતાભાઇ લવજીભાઇ બારૈયા/કોળી ઉ..વ.૨૮ રહે.માલણકા સુરાભાઇનો ચોક ટાવરની બાજુમા તા.જી.ભાવનગર(૨) ગોવીંદભાઇ સ/ઓ ધુડાભાઇ સડુભાઇ ચૌહાણ/કોળી ઉ.વ.૨૬ રહે.લાખણકા તા.જી ભાવનગર હાલ રહે. ભાવ નગર,ઘોઘારોડ શીતાળા માતાના મંદીર સામે રામનગર,મેલડીમાતાની દેરી પાસે ચીથરભાઇ કોળીના મકાનમા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમોને ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા પોતાને ગુનાના કામે અટક કરવાના બાકી હોય અને તેઓની રેર્કડ ઉપર ખાત્રી કરતા સદરહું ગુન્હામાં અટકાયત કરવાના બાકી હોય અલંગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ. જયરાજસસિંહ જાડેજા તથા પો.કો વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કો સંજયભાઇ ચુડાસમા તથા પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણ તથા પો.કો રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રિપોર્ટર નિલેશ પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published.

Next Post

વરતેજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Fri Jul 3 , 2020
Sharing is caring!*વરતેજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ […]

You May Like

Breaking News