વચગાળા ના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ

Sharing is caring!

અશોક કુમાર યાદવ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ નાસતા ફરતા આારોપીઓ તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીઓને પકડવાની ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા તથા હેડ.કોન્સ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા પો.કોન્સ. પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા તથા પો.કોન્સ. તરૂણભાઇ દાદુભાઇ ખોડીયા નાઓએ પો.કોન્સ. તરુણભાઇ દાદુભાઇ ખોડીયા નાઓને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૭૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૩૬૫,૩૬૪, ૨૧૨, ૨૦૧, ૨૦૨, ૧૨૦(બી), ૧૧૪ મુજબના કાચાકામના કેદી મયુર ઉર્ફે ઠુંઠો મુકેશભાઇ રેલીયા રેલીયા રહે.બોટાદ, સુર્યાગાર્ડન પાછળ તા.જી.બોટાદ વાળા જીલ્લા જેલ ભાવનગર ખાતેથી પેરોલ ઉપર છુટ્યા બાદ પેરોલ જમ્પ થયેલ હોય જેને તા.૦૩/૦૭/૨૦૨૦ ના રોજ તેના રહેણાંક મકાનેથી હસ્તગત કરી આરોપીનો કોરોના અંગેનો રીપોર્ટ કરાવવા તજવીજ કરેલ જે રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીને જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

Mon Jul 6 , 2020
Sharing is caring!   અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી […]

You May Like

Breaking News