
*પ્રેસનોટ*
*હિમતનગર તથા ઇડર તથા મોડાસા મુકામેથી ચોરાયેલ મોટર સાયક્લ એક્ટીવા મળી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ*
પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ નાઓની સુચનાથી જીલ્લામાં વાહન ચોરીની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય.જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ શ્રી એમ.ડી.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.
તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ. એ.એન.ગઢવી તથા ડી સ્ટાફના માણસો ગીરધરનગર રેલ્વે ઓવરબ્રીજ નીચે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન *અ.હેડ.કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહ તથા અ.પો.કો. મિતરાજસિંહ રણજીતસિંહ* નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે *હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ-૧૧૨૦૯૦૫૬૨૦૦૦૬૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમા ગયેલ કાળા કલરનુ સ્પેન્ડર પ્લસ નંબર-G.J.09.AJ.5227* નુ લઇને એક ઇસમ આવનાર છે.જે બાતમી હકીકત આધારે *આરોપી-સુરેશસિંહ ચેહરસિંહ રાઠોડ ઉ.વ-૨૫ રહે.શાંતીપુરા તા.પ્રાંતિજનાઓ* આવતા સદરી આરોપીને પકડી પુછપરછ કરતા પોતે સદર ગુન્હામા ચોરી થયેલ મો.સા હોપ હોસ્પિટલ બસ સ્ટેન્ડ સામેથી ચોરેલાની કબુલાત કરેલ જે ઇસમને કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવી તેનો ટેસ્ટ નેગેટીવ આવતાં તેને અટક કરવામાં આવેલ અને પૂછપરછ દરમ્યાન નીચે મુજબના ગુન્હાની કબુલાત કરેલ છે.
*(૧) ઇડર પોલીસ સ્ટેશન જી.સાબરકાંઠા પાર્ટ ફસ્ટ ગુન્હા રજી.નં.૦૦૮૫/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯ ગુન્હાના કામે હોન્ડા સાઇન નંબર- GJ.09.DB.1385 ની ચોરેલાની કબુલાત કરેલ છે.જે રીકવર કરવામાં આવેલ છે.*
*(૨) મોડાસા ટાઉન પોસ્ટે. જી.અરવલ્લી એ પાર્ટ- ૧૧૧૮૮૦૦૯૨૦૦૭૯૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે એકટીવા નંબર-GJ.31.B.8859 ની ચોરેલાની બુલાત કરેલ છે.જે રીકવર કરવામાં આવેલ છે.*
જેથી ઉપરોકત પકડેલ આરોપીએ કુલ-૦૩ વાહનોની ચોરી કરેલ હોય અને તપાસ દરમ્યાન તેની પાસેથી કિંમત રૂ.૬૨,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં હિંમતનગર.બી.ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે.
*તા.૦૮/૦૭/૨૦૨૦*
રિપોર્ટર રાકેશ નાયકશ ઇડર