ભાવનગર જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરેલ મર્ડરના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

Sharing is caring!

ભાવનગર જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરેલ મર્ડરના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ  ભાવનગર

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.

ભાવનગરના ઘોઘા રોડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૭૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિ. ના કામનો આરોપી સિધ્ધરાજસિંહ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માયડા રહે. પારૂલ સોસાયટી, પ્લોટ નં૫૨/એ, ઘોઘારોડ, ફાતીમા સ્કુલની પાછળ, ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં ગુન્હો નોઘાયેલ અને મજકુરને કૈદી તરીકે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૧/૧૨/૨૦૧૯ થી દિન-૦૩ ના વચગાળાના પેરોલ રજા ઉપર ભાવનગર જિલ્લા જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૫/૧૨/૨૦૧૯ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર જેલનો કાચા કામનો આરોપી *સિધ્ધરાજસિંહ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માયડા રહે. પારૂલ સોસાયટી, પ્લોટ નં૫૨/એ, ઘોઘારોડ, ફાતીમા સ્કુલની પાછળ, ભાવનગર* વાળો ભાવનગર ઘોઘા સર્કલ પાસે ઉભેલ હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ મુજકુર પેરોલ રજા ઉપરના આરોપી સિધ્ધરાજસિંહ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માભાવનગર ઘોઘા સર્કલ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી, જરૂરી કાયર્વાહી કરી, ભાવનગર જીલ્લા જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી ચોરી નો ગુનો ડીટેકટ કરતી વરતેજ પોલીસ

Sun Jul 12 , 2020
ભાવનગર શહેર તથા જીલ્લાામાં મીલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા મે.આઇ.જી.પી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ વરતેજ પો.સ્ટે વિસ્તારમા હાલ અનલોક ટુ અન્વયે શરીર સબંધી […]
ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી ચોરી નો ગુનો ડીટેકટ કરતી વરતેજ પોલીસ

You May Like

Breaking News